Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ:મનપાના 9.85 લાખ સહિત 20.23 લાખ મતદારો, 1014 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    1 week ago

    રાજકોટ શહેર અને જિલ્લામાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. જેમાં 20.23 લાખ મતદારો મતદાન કરવાના છે. જેમાં રાજકોટ કોર્પોરેશનમાં 9.85 લાખ મતદારો છે. જેને લઇને મતદાન મથકો ઉપર EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં 1014 મતદાન મથકો પર EVM પહોંચી ગયા છે અને ત્યાં ઉમેદવારોના ફોટા અને ચૂંટણી નિશાનના સ્ટીકર ચોંટાડવામાં આવી રહ્યા છે. શહેરની ચૌધરી હાઈસ્કૂલમાં વોર્ડ નંબર 4,5 અને 6 નુ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. મનપાના 1-18 વોર્ડમાં 9 લાખથી વધુ મતદારો નોંધાયા રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ શહેર અને જિલ્લાનું મતદાન 26 એપ્રિલના રવિવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી થશે. જો જરૂર પડે તો પુન:મતદાન 27મી એપ્રિલે થશે. મતગણતરી 28મીએ થશે અને 30મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 1થી 18 વોર્ડમાં કુલ 9,85,952 મતદારો નોંધાયા છે. જેમાં 5,10,086 પુરૂષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં 1014 મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 8,948 કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે 1163 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ (CU) અને 2326 બેલેટ યુનિટ (BU) ફાળવવામાં આવ્યા છે. 202 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ચૂંટણીના સુચારૂ સંચાલન માટે વર્ગ-1 કક્ષાના 8 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-2 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ 1186 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને 8480 કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે 2675 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 2675 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-2 કક્ષાના 22 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-3 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ન.પા.માં 86 મતદાન મથકો માટે 1702 કર્મચારીઓ ફાળવવામાં આવ્યા ગોંડલ નગરપાલિકાના 1થી 11 વોર્ડમાં કુલ 81,471 મતદારો છે. જેમાં 42235 પુરૂષ અને 39230 મહિલા તથા 6 અન્ય મતદારો છે. નગરપાલિકામાં 86 મતદાન મથકો માટે 1702 કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં 113 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 226 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-1 કક્ષાના બે અધિકારી તથા વર્ગ-2 કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. 11 તા.પં.ની 202 બેઠકો, જિ.પં.ની 36 બેઠકો માટે 1186 મતદાન મથકો રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે તાલુકાવાર વિવિધ વિગતો નીચે મુજબ છે.રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠક અને જિ.પં.ની 6 બેઠકોની ચૂંટણી માટે 172 મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ 1,34,482 મતદારો નોંધાયા છે. પડધરી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 88 મતદાન મથકોમાં 61595 મતદારો નોંધાયા છે. લોધિકા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 63 મતદાન મથકોમાં 46602 મતદારો નોંધાયા છે.કોટડા સાંગાણી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 85 મતદાન મથકોમાં 66075 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ તા. પં. 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 168 મતદાન મથકો નક્કી કરાયા છે અને 1,39,104 મતદારો નોંધાયા છે.જેતપુર તા.પં.ની 20 અને જિ.પં.ની 4 બેઠક હેઠળ 124 મતદાન મથકોમાં 1,02,037 મતદારો નોંધાયા છે.જામકંડોરણા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 81 મતદાન મથકોમાં 60702 મતદારો નોંધાયા છે. ધોરાજી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 61 મતદાન મથકો નક્કી કરાયા છે અને 51795 મતદારો નોંધાયા છે.ઉપલેટા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 બેઠક સાથે 91 મતદાન મથકો નક્કી કરાયા છે અને 73973 મતદારો નોંધાયા છે. જસદણ તા.પં.ની 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 147 મતદાન મથકોમાં 1,24,646 મતદારો છે. વિંછીયા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 માટે 109 મતદાન મથકોમાં 95511 મતદારો છે.આમ 11 તા.પં.ની કુલ 202 બેઠક અને જિ.પં.ની 36 બેઠક માટે 1189 મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ 9,56,522 મતદારો નોંધાયા છે. ગોંડલ નગર પાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો, 81471 મતદારો રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો નક્કી કરાયા છે અને 81471 મતદારો નોધાયા છે. જેમાં 42235 પુરુષ મતદારો, 39230 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 1 માં 11 મતદાન મથકો ઉપર 4836 પુરુષ અને 4497 મહિલા મળીને કુલ 9333 મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 2 માં 7 મતદાન મથકો ઉપર 3426 પુરુષ અને 3226 મહિલા મળીને કુલ 6652 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 3માં 10 મતદાન મથકો ઉપર 4668 પુરુષ અને 4233 મહિલા મળીને કુલ 8901 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 4 માં 8 મતદાન મથકો ઉપર 3978 પુરુષ, 3792 મહિલા અને 6 અન્ય મળીને 7776 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 5માં 7 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2886 મહિલા મળીને 6025 કુલ મતદારો નોંધાયા છે.વોર્ડ નંબર 6 માં 6 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2966 મહિલા મળીને કુલ 6105 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 7 માં 6 મતદાન મથકો ઉપર 3569 પુરુષ, 3356 મહિલા મળીને 6925 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 8 માં 8 મતદાન મથકો ઉપર 4094 પુરુષ, 3860 મહિલા મળીને 7954 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 9માં 5 મતદાન મથકો ઉપર 2721 પુરુષ, 2540 મહિલા મળીને 5261 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 10માં 9 મતદાન મથકો ઉપર 4463 પુરુષ, 4130 મહિલા મળીને 8593 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 11માં 9 મતદાન મથકો ઉપર 4202 પુરુષ, 3744 મહિલા મળીને 7946 કુલ મતદારો નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગરપુર પાસે લાકડી-ધોકાના ફટકા મારી યુવાનની હત્યા:પરિવારમાં માતમ, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
    Next Article
    અમરેલીમાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ-બાઇક અકસ્માત:બાઈક ચાલકનું મોત, બે મંત્રીઓ જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કાફલો રોકી મદદ કરી; SPને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment