Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરપુર પાસે લાકડી-ધોકાના ફટકા મારી યુવાનની હત્યા:પરિવારમાં માતમ, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

    1 week ago

    જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ડુંગરપુર વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક 40 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલાખોરોએ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા રફિકશા કરીમશા રફાઈ નામના યુવાનની લાકડી અને ધોકા જેવા હથિયારોથી પ્રહાર કર્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઈ હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સહિત તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ડુંગરપુર પહોંચી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.​હાલ તો તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. જૂનાગઢના શાંત વિસ્તાર ગણાતા ડુંગરપુરમાં ધોળા દિવસે થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદના ગોવિંદનગરમાં એપાર્ટમેન્ટમાં એક મકાનમાં આગ:શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ, આગ કાબૂમાં; કોઈ જાનહાનિ નહી
    Next Article
    EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ:મનપાના 9.85 લાખ સહિત 20.23 લાખ મતદારો, 1014 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment