Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના ગોવિંદનગરમાં એપાર્ટમેન્ટમાં એક મકાનમાં આગ:શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ, આગ કાબૂમાં; કોઈ જાનહાનિ નહી

    5 days ago

    દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના ગીત નંદન સોસાયટી સામે આવેલા વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં બની હતી. આગ તરંગ અજય પટેલ નામના વ્યક્તિના બંધ ફ્લેટમાં લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર સુધી દેખાતા એપાર્ટમેન્ટના અન્ય રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ફ્લેટમાં રહેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગ લાગી ત્યારે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, પરંતુ તેઓ સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ ટળી હતી. આગની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઈન અને MGVCL દ્વારા વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગ હોવા છતાં, ફાયર બ્રિગેડ અને સ્કાયમેટની ટીમોએ એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ એટલી તીવ્ર હતી કે તેના પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી, ફર્નિચર અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મકાન માલિકને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં લોકશાહીનાં પર્વને લઈને ઉત્સાહ:બાલાશ્રમ અને ભિક્ષુક ગૃહના આશ્રીતોએ મતદાનના શપથ લીધા, સખી મંડળોએ મહેંદી દ્વારા જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો
    Next Article
    ડુંગરપુર પાસે લાકડી-ધોકાના ફટકા મારી યુવાનની હત્યા:પરિવારમાં માતમ, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment