Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લોકશાહીનાં પર્વને લઈને ઉત્સાહ:બાલાશ્રમ અને ભિક્ષુક ગૃહના આશ્રીતોએ મતદાનના શપથ લીધા, સખી મંડળોએ મહેંદી દ્વારા જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો

    5 days ago

    રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' (SVAP) અંતર્ગત ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને મતદાન પ્રક્રિયામાં જોડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર જેવી સંસ્થામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યાં આશ્રીતોએ ઉત્સાહપૂર્વક "અમે અવશ્ય મતદાન કરીશું" તેવા સામૂહિક શપથ લીધા હતા. લોકશાહીના આ ઉત્સવમાં લોકભાગીદારી વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સખી મંડળો તેમજ સ્વ-સહાય જૂથોની બહેનોએ કલાત્મક પ્રદર્શન કર્યું હતું. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સંદેશા સાથેની મહેંદી મૂકીને સમાજના અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા મતદારોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે આ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને મતાધિકારના પવિત્ર મૂલ્ય અને તેની અસરો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજકોટમાં દવાના બિલ થકી મતદાનની અપીલનો નવતર અભિગમ અપનાવાયો ‘લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા.26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા.26 ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – 2026 મતદાન તારીખ અને 'મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ' નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા 'સ્વેપ' ના નોડલ અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જનસેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. મોટર કારના ‘ગોલ્ડન-સિલ્વર’ નંબર માટે 23 એપ્રિલથી ઓનલાઇન રી-ઓક્શનનો પ્રારંભ થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા જણાવવામાં આવે છે કે, મોટર કાર પ્રકારના વાહનો માટેની નવી GJ 03 PR સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેલા 'ગોલ્ડન-સિલ્વર' નંબર મેળવવા માટે આગામી તા.23 એપ્રિલથી ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.23 એપ્રિલના સાંજે 4 કલાકથી તા.28 એપ્રિલના સાંજે 4 કલાક સુધીમાં પરિવહન વિભાગની વેબસાઇટ parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઇન સર્વિસમાં જઈને ફેન્સી નંબર બુકિંગ પર ક્લિક કરી નિર્ધારિત ફી ભરી બિડિંગમાં ભાગ લઈ શકાશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે વાહન ખરીદ્યાના સાત દિવસની અંદર સી.એન.એ. (CNA) ફોર્મ ઓનલાઇન ભરેલું હોવું ફરજિયાત છે, અન્યથા સમય મર્યાદા બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.રજીસ્ટર્ડ થયેલા અરજદારો માટે બિડિંગની પ્રક્રિયા તા.28 એપ્રિલના રોજ સાંજે 04:01 કલાકથી શરૂ થશે, જે તા.30 એપ્રિલના રોજ સાંજે 4 કલાક સુધી ચાલશે. આ હરાજીનું પરિણામ તા.30 એપ્રિલના સાંજે 4.15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અખાત્રીજે બાળ લગ્નો અટકાવવા સજ્જ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 હેઠળ સમગ્ર રાજ્યમાં લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ધારિત ઉંમર પહેલા થતા લગ્ન કાયદાકીય રીતે ગુનો બને છે. આગામી તારીખ 19/04/2026ના રવિવારના રોજ ‘અક્ષય તૃતીયા’ (અખાત્રીજ)ના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો યોજાવાની સંભાવના છે. આ તકે વિવિધ સમુદાયોમાં સગીર વયના બાળકોના લગ્ન ન થાય તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટને વિશેષ સત્તાઓ સાથે તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જાહેર કરાયા છે. તેઓ બાળ લગ્નો રોકવા માટે જરૂરી તમામ પગલાં લઈ શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ લગ્ન ન યોજાય અને જનતાને યોગ્ય માર્ગદર્શન તેમજ કાયદાકીય મદદ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ નાગરિકને બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે અથવા આ અંગે મદદની જરૂર હોય, તો તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અથવા કચેરીના ફોન નંબર 0281-2448590 અથવા 2458590 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, dsdo-raj@gujarat.gov.in પર ઇમેઇલ દ્વારા પણ જાણ કરી શકાશે. આ ઉપરાંત લોકો બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ -360001 ખાતે આવેલી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકશે. મોદી સ્કૂલમાં 18 એપ્રિલે હિંસામુક્ત વિશ્વ અંતર્ગત વર્કિંગ મોડલ્સ, પ્રોજેક્ટ્સ, પોસ્ટર્સ સાથેનું પ્રદર્શન રાજકોટની મોદી સ્કૂલ દ્વારા 18 એપ્રિલના શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું અંતર્ગત પ્રદર્શન રાખવામાં આવ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી વી. જે. મોદી સ્કૂલ ખાતે તા.18 ના સવારે 9.30 થી સાંજ સુધી પ્રદર્શન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટર્સ, પ્રોજેક્ટ્સ અને વર્કિંગ તેમજ નોન-વર્કિંગ મોડેલ્સ દ્વારા ગહન વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. જેમાં માનવ શરીર વિરુદ્ધ માંસાહારી પ્રાણીઓ, વૈભવી જીવન અને ક્રૂરતા, આહાર અને સ્વાસ્થ્ય, રોગચાળો અને પશુ ક્રૂરતા, ધર્મ અને અહિંસા, ડિજિટલ જાગૃતિ સહિતના પ્રોજેક્ટ સામેલ છે. આ કાર્ય મોદી સ્કૂલના સ્થાપક ડૉ. રશ્મિકાંત મોદીના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા 'શિક્ષા સે સંસ્કાર' કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટના તમામ જીવદયા પ્રેમીઓ, કાર્યકરો અને જનતાને આગ્રહ કરીએ છીએ કે આ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- વિપક્ષ વોટ નહીં આપે તો બિલ પડી ભાંગશે:દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેના રસ્તામાં કોણ રોડાં નાખે છે; અમે એમેન્ડમેન્ટ માટે તૈયાર
    Next Article
    દાહોદના ગોવિંદનગરમાં એપાર્ટમેન્ટમાં એક મકાનમાં આગ:શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ, આગ કાબૂમાં; કોઈ જાનહાનિ નહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment