Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ST બસની સીટ પાછળ લગાવ્યા QR કોડ, મુસાફરો સ્કેન કરીને નોંધાવી શકશે ફરિયાદ કે સૂચન: 7 મહિનામાં 34 હજાર ફરિયાદોનું નિવારણ

    14 hours ago

    મુસાફરોને વધુ સારી, સુવિધાજનક અને ગુણવત્તાસભર પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે QR કોડ આધારિત મુસાફર પ્રતિસાદ વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ ડિજિટલ પહેલની શરૂઆત સૌપ્રથમ વોલ્વો અને ઇલેક્ટ્રિક બસમાં કરવામાં આવી છે, જેમાં બસની દરેક સીટની પાછળ QR કોડવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. મુસાફરો મોબાઇલ ફોનથી આ QR કોડ સ્કેન કરીને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ, સૂચનો કે ફરિયાદો સરળતાથી નોંધાવી શકે છે. છેલ્લા 7 મહિનામાં 34,000થી વધુ ફરિયાદોનું ગણતરીના કલાકોમાં જ સફળ નિવારણ કરવામાં આવ્યું છે. અગાઉ યાત્રિકોને ફરિયાદ કરવા માટે કચેરીએ કચેરીએ ધક્કા ખાવા પડતા હતા છતાં યોગ્ય નિરાકરણ આવતું ન હતું. પરંતુ આ નવી વ્યવસ્થામાં મુસાફરે કરેલી ફરિયાદ સીધી જ એસ.ટી. ડેપોના ટોચના અધિકારીઓ સુધી પહોંચી જાય છે. જેના પરિણામે છેલ્લા 7 મહિનામાં 34,000થી વધુ ફરિયાદોનું ગણતરીના કલાકોમાં જ સફળ નિવારણ કરવામાં આવ્યું છે. કેવી ફરિયાદો આવી | સફાઈ, ACની સમસ્યા, સ્ટાફનું વર્તન, બસ મોડી, ચાર્જિંગ પોઈન્ટમાં ખામી સહિતની ફરિયાદો નિવારી 1. વાહનોની સફાઈ અને સ્વચ્છતા બસની અંદર સીટો પર ધૂળ કે કચરો હોવાની ફરિયાદો મળતા જ સંબંધિત ડેપો પર બસની સઘન સફાઈ કરાવવામાં આવી. 2. એસી અને વેન્ટિલેશનની સમસ્યા વોલ્વો અને ઇલેક્ટ્રિક બસોમાં એસી કુલિંગ ઓછું હોવા અંગેના પ્રતિસાદ મળતા ટેકનિશિયનો દ્વારા તરત જ ટામેરા અને ફિલ્ટર્સ રિપેર કરવામાં આવ્યા. 3. સ્ટાફનું વર્તન અને સહકાર કંડક્ટર કે ડ્રાઈવર દ્વારા ટિકિટ કે મુસાફરો સાથે અયોગ્ય વર્તન થયાની ઓનલાઈન ફરિયાદ મળતા જ સંબધિત કર્મચારીઓની તાકીદે તાકીદ કરી સુધારણા કરવામાં આવી. 4. બસના સંચાલન અને સમયપત્રક બસો નિર્ધારિત સમયે મોડી ઉપડવાની કે રૂટ પર સમય જાળવણી બાબતના પ્રશ્નો આવતા ટ્રાફિક નિયંત્રણ અધિકારી દ્વારા સમયપત્રક સુધારવામાં આવ્યું. 5. સીટ અને ચાર્જિંગ પોઈન્ટની ખામી સીટના પુલ-બેક લોક કે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરતા હોવાની ફરિયાદો પર ગણતરીના કલાકોમાં જ ઇલેક્ટ્રિકલ રિપેરિંગ કામ પૂર્ણ કરાયું.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ બંધ:હવે પનીરમાં વેજિટેબલ ઓઇલની મિલાવટ, લેબમાં 5 નમૂના ફેલ
    Next Article
    NPCI અને PFRDAની પહેલ:BHIM એપ પર તત્કાલ NPS સુવિધા;3 ક્લિક અને 250માં ખોલો પેન્શન ખાતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment