Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NPCI અને PFRDAની પહેલ:BHIM એપ પર તત્કાલ NPS સુવિધા;3 ક્લિક અને 250માં ખોલો પેન્શન ખાતું

    15 hours ago

    નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પેટાકંપની એનપીસીઆઈ ભીમ સર્વિસિસ લિમિટેડ દ્વારા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે મળીને BHIM પેમેન્ટ્સ એપ પર એક મહત્વપૂર્ણ સેવા શરૂ કરવામાં આવી છે. હવે ગ્રાહકો દસ્તાવેજો જમા કરાવ્યા વિના માત્ર થોડી જ મિનિટોમાં ‘તત્કાલ NPS’ હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ ખાતું ખોલી શકશે. આ નવી સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતું ખોલવા, કેવાયસી (KYC) પ્રક્રિયા પૂર્ણ કરવા અને નાણાં જમા કરાવવાની પદ્ધતિને વધુ ઝડપી તેમજ સરળ બનાવવાનો છે. ખાતું ખૂલ્યા બાદ નિયમોને આધીન માત્ર રૂ.10 થી પણ વધુ રકમનું રોકાણ ચાલુ રાખી શકાય છે. 18 થી 85 વર્ષની વયના કોઈપણ નાગરિક આ સુવિધાનો લાભ લઈ શકે છે. પ્રારંભિક તબક્કે આ સેવા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા , HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બેંક ઑફ બરોડાના ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. ખાતું ખોલવા માટેના સરળ 3 સ્ટેપ્સ સ્ટેપ્સ-1: BHIM પેમેન્ટ્સ એપ ઓપન કરીને ‘NPS’ વિકલ્પ પસંદ કરો. સ્ટેપ્સ-2: તમારી જન્મતારીખ દાખલ કરો અને પાત્ર બેંક ખાતું પસંદ કરો. સ્ટેપ્સ-3: UPIથી પ્રથમ હપ્તા તરીકે ઓછામાં ઓછા રૂ.250 જમા કરાવો. ‘તત્કાલ NPS’ નિવૃત્તિ માટેની તૈયારી કરવાની રીત બદલી શકે છે. માત્ર ત્રણ ક્લિકમાં પેન્શન ખાતું ખોલી શકાય તેવો આ સરળ માર્ગ દેશના દરેક નાગરિકની વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.> એસ. રમણ, ચેરપર્સન, PFRDA BHIM પરની ‘તત્કાલ NPS’ સુવિધા હવે ખાતું ખોલવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેશે. આ સાથે BHIM એપ માત્ર પૈસા જમા કરાવવા પૂરતી સીમિત ન રહેતાં નવું પેન્શન ખાતું શરૂ કરવામાં પણ મદદરૂપ બનશે.” > લલિતા નટરાજ, MD અને CEO, NBSL
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ST બસની સીટ પાછળ લગાવ્યા QR કોડ, મુસાફરો સ્કેન કરીને નોંધાવી શકશે ફરિયાદ કે સૂચન: 7 મહિનામાં 34 હજાર ફરિયાદોનું નિવારણ
    Next Article
    રિપિટના નામે કોંગ્રેસના મહિલા સભ્યનો પ્રશ્ન ઉડાવી દેવાયો:મેયરને પણ કાજુકતરી ‘સ્વાદિષ્ટ’ લાગી | સમિતિએ કરેલી તપાસમાં શું થયું? તે મુદ્દે જનરલ બોર્ડ માટે પૂછાયેલો પ્રશ્ન રદ કરી નાખ્યો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment