Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપિટના નામે કોંગ્રેસના મહિલા સભ્યનો પ્રશ્ન ઉડાવી દેવાયો:મેયરને પણ કાજુકતરી ‘સ્વાદિષ્ટ’ લાગી | સમિતિએ કરેલી તપાસમાં શું થયું? તે મુદ્દે જનરલ બોર્ડ માટે પૂછાયેલો પ્રશ્ન રદ કરી નાખ્યો!

    16 hours ago

    મેયરપદે આરૂઢ થયા બાદ નેહલ શુક્લે જાહેરાત કરી હતી કે, મહાનગરપાલિકાનો વહીવટ પારદર્શક રીતે ચલાવવામાં આવશે અને ઓછો ખર્ચ કરવામાં આવશે. જો કે, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કાજુકતરીના તપાસ રિપોર્ટ સંદર્ભે પૂછેલો પ્રશ્ન જ ઉડાવી દેતા શંકાઓ જન્મી છે. કાજુકતરી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓને કડવી લાગી છે. પરંતુ આ કડવાશ દૂર કરવા માટે મેયરને પણ કદાચ કાજુ કતરી સ્વાદિષ્ટ લાગી હોય તેવું ચિત્ર ખડું થયું છે. મનપાના જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે પરંતુ બોર્ડની કાર્યવાહી ચાલુ થાય તે પહેલા પ્રશ્નોતરીની યાદીમાંથી કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનના કાજુકતરીકાંડની તપાસ કેટલે પહોંચી, તપાસ રિપોર્ટ ક્યારે જાહેર થશે, તપાસની કોઈ સમય મર્યાદા નિયત કરવામાં આવી છે કે કેમ? કેટલા દિવસથી તપાસ ચાલુ છે? અને વિલંબ થવાનું કારણ શું છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ મેયરે આ પ્રશ્ન ફરીવાર (રિપીટ)પુછાયો છે તેમ જણાવી રદ કરી નાખ્યો હતો. મેયરે કોંગ્રેસના મહિલા સભ્યનો પ્રશ્ન રિપિટ તરીકે ગણાવ્યો તે રિપીટ ન હતો તેનો પુરાવો મેયરે વિપક્ષી સભ્યના પ્રશ્નને રીપીટ ગણાવી રદ કર્યો છે પરંતુ અગાઉ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન ના તમામ ખર્ચની અને ચૂકવાયેલા નાણા ની વિગત તા.10/07/2026 ના રોજ માંગી હતી જે આ પ્રશ્ન કરતા સાવ અલગ જ છે છતાં સેક્રેટરીએ બન્ને પ્રશ્ન એક હોવાનું જણાવ્યું છે પરંતુ દિવ્યભાસ્કરની તપાસમાં જાણવા મળ્યું છે કે તા.29/062026 ના રોજ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.ત્યારે ફક્ત 08 દિવસમાં તપાસ સમિતિનો રિપોર્ટ તૈયાર ના જ હોય એ સ્વાભાવિક છે અને 20 દિવસમાં જ સમિતિના બે ચેરમેન બદલી ગયા ત્યાર બાદ એક મહિના સુધી કોઈના નિવેદનો પણ લીધા ન હતા તો વિપક્ષી સભ્ય એ આ પ્રશ્ન અગાઉ પૂછી લીધો છે તે સેક્રેટરીનું કહેવું નર્યું જૂઠાણું સાબિત થયું છે છતાં બેશરમ તંત્રએ વિચર્યા વગર પોતાનો બચાવ કરવા નિયમનો ગેર ઉપયોગ કર્યો છે. ભાજપના બે કોર્પોરેટરે રિપીટ પ્રશ્ન પૂછ્યા તેનો આ પુરાવો જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ પૂછેલા જંગલેશ્વર ડિમોલિશન કાંડ તપાસ સમિતિ અંગે નો પ્રશ્ન રદ કરી મેયર નેહલ શુકલે જણાવ્યું કે કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રશ્નો તથા કોર્ટ મેટર ચાલુ હોય તેવા અને રીપીટ પૂછાયો હોય તેવા પ્રશ્નો રદ કરવાની સત્તા બોર્ડ અધ્યક્ષ તરીકે મારી પાસે છે આથી દિપ્તી બેન સોલંકીએ પૂછેલો પ્રશ્ન રીપીટ હોવાથી રદ કરવામાં આવ્યો છે. જેની સામે શાસક પક્ષના બે સભ્યો દ્વારા રીપીટ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે કેમ રદ કરવામાં નથી આવ્યા? આ અંગે મેયરે જણાવ્યું કે, એ મારા ધ્યાનમાં આવ્યા નથી અને હવે મે પ્રશ્નોતરીને મંજૂરી આપી દીધી છે માટે તેમાં કઈ ના કરી શકું તેવું જણાવી ફક્ત વિપક્ષી નેતાના સંવેદનશીલ પ્રશ્નને રદ કરવાની સાથે લુલ્લો બચાવ કર્યો છે. મહિલા કોર્પોરેટરે પ્રથમ પ્રશ્ન ખર્ચનો પૂછ્યો તેના સાત દી’ પહેલા સમિતિની રચના થઈ હતી જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં ના મંજૂર કર્યા બાદ મેયર નેહલ શુકલે બનાવની તપાસ કરવાના આદેશ આપ્યા હતા અને મ્યુ કમિશનર તુષાર સુમેરાએ તા.29/06/2026ના રોજ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કાથરોટિયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજિયાણી અને ટેકનિકલ ઈજનેર પરેશ અઢિયાનો સમાવેશ થાય છે. અને હજુ રિપોર્ટના ઠેકાણા પણ નથી તેવું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    NPCI અને PFRDAની પહેલ:BHIM એપ પર તત્કાલ NPS સુવિધા;3 ક્લિક અને 250માં ખોલો પેન્શન ખાતું
    Next Article
    કચ્છમાં પ્રદેશ મહામંત્રીએ સંગઠનમાં પ્રાણ ફૂંક્યો:ભુજ કમલમ્ ખાતે યુવાનો અને શક્તિકેન્દ્રના સંયોજકો સાથે મેરેથોન બેઠકો યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment