Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં પ્રદેશ મહામંત્રીએ સંગઠનમાં પ્રાણ ફૂંક્યો:ભુજ કમલમ્ ખાતે યુવાનો અને શક્તિકેન્દ્રના સંયોજકો સાથે મેરેથોન બેઠકો યોજી

    17 hours ago

    ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી આજે કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. તેમની આ મુલાકાતથી સમગ્ર દિવસ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક બેઠકો અને વિવિધ કાર્યક્રમોનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. પ્રવાસની શરૂઆતમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરતા સેવાભાવી યુવાનોને ભાજપ સાથે જોડવાના ઉદ્દેશ્યથી એક વિશેષ પરિચય વર્ગ યોજાયો હતો. આ કાર્યશાળામાં રત્નાકરજીએ યુવાનો સાથે સીધો સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે રાષ્ટ્ર સેવાના સંકલ્પને સાકાર કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં યુવાનોને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, આ સંકલ્પ સાથે જ ભાજપના 6 મોરચા અને 17 મંડળોમાં સેવાભાવી યુવાનોને સંગઠન સાથે જોડવાના વ્યાપક અભિયાનનો આજથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભુજના કચ્છ કમલમ્ ખાતે શક્તિકેન્દ્રના સંયોજકોની એક વિશિષ્ઠ બેઠક યોજાઈ હતી. માર્ગદર્શન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, શક્તિકેન્દ્ર એ આપણા સંગઠનની સૌથી મજબૂત કડી છે અને ચૂંટણી તથા જનસેવા બંને મોરચે તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે દરેક સંયોજકને પોતાના વિસ્તારના મતદારો સાથે સતત સંવાદ બનાવી રાખવા, સંગઠનને ધારદાર બનાવવા બૂથ સમિતિઓને સક્રિય કરવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ કરી હતી. આ બેઠકમાં પ્રભારી ફલજીભાઈ ચૌધરી, મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી ઉપસ્થિત રહ્યા હતા. ભુજની બેઠકો બાદ પ્રદેશ મહામંત્રીએ નખત્રાણા ખાતે પહોંચીને ભાજપના નગર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યાલયના લોકાર્પણ થકી પશ્ચિમ કચ્છમાં ભાજપની કામગીરીને અનેરો વેગ મળશે. જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કાર્યાલયને કાર્યકરો માટેની પાઠશાળા ગણાવી હતી જ્યાંથી સેવા અને સંસ્કારની સરવાણી વહે છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ તેને અંત્યોદયના વિચારને સાર્થક કરતું માધ્યમ ગણાવ્યું હતું. જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા અને પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ કાર્યાલયને સરકાર અને લોકો વચ્ચેની મુખ્ય ધરી તેમજ સેવાનું મંદિર ગણાવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ કાર્યાલય થકી વિસ્તારના પ્રશ્નોને વધુ ઝડપથી વાચા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ વસંતભાઈ વાઘેલા, મંડલ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી અને અશ્વિનભાઈ સોની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દિવસના અંતે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રત્નાકરજીએ માતાના મઢ ખાતે જઈને કચ્છની ધણિયાણી મા આશાપુરાના દર્શન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી, તેમ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રિપિટના નામે કોંગ્રેસના મહિલા સભ્યનો પ્રશ્ન ઉડાવી દેવાયો:મેયરને પણ કાજુકતરી ‘સ્વાદિષ્ટ’ લાગી | સમિતિએ કરેલી તપાસમાં શું થયું? તે મુદ્દે જનરલ બોર્ડ માટે પૂછાયેલો પ્રશ્ન રદ કરી નાખ્યો!
    Next Article
    અજાણ્યા મજૂરો અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની રજૂઆત:મુન્દ્રામાં ચોરી લૂંટની વધતી ઘટનાઓ સામે રોષ, કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment