Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા મજૂરો અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની રજૂઆત:મુન્દ્રામાં ચોરી લૂંટની વધતી ઘટનાઓ સામે રોષ, કડક કાર્યવાહીની માંગ

    17 hours ago

    મુન્દ્રા શહેરમાં તાજેતરમાં ચોરી, લૂંટ અને ઘરફોડ ચોરીની વધતી ઘટનાઓને પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ચિંતા સાથે ભયનો માહોલ ઊભો થયો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મુન્દ્રાના વિવિધ સમાજો, શાંતિ મંડળો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ તથા જાગૃત નાગરિકો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં મુન્દ્રામાં બહારથી આવીને વસવાટ કરતા અજાણ્યા મજૂરો અને શંકાસ્પદ વ્યક્તિઓની યોગ્ય ઓળખ તથા ચકાસણીના અભાવે ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભાડાનાં મકાનોમાં રહેતા લોકો, મકાનમાલિકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવતા મજૂરોની પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સઘન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ બહારથી આવેલા લોકોની સઘન તપાસ કરવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવા,સત્તાવાર ઓળખપત્રો વિના રહેતા અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી જરૂરી હોય ત્યાંથી બહાર કરવા ઉપરાંત મકાનમાલિકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા બહારથી લાવવામાં આવતા મજૂરોનું પોલીસ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન ફરજિયાત બનાવી રાત્રિ પેટ્રોલિંગ વધારવા ની લાગણી વ્યક્ત કરાઈ છે.જેના પ્રતિસાદ રૂપે મુન્દ્રા સિટી પોલીસ મથકના પી આઈ શકોરીયાએ નગરજનો ની સમસ્યા ને વાચા આપવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં પ્રદેશ મહામંત્રીએ સંગઠનમાં પ્રાણ ફૂંક્યો:ભુજ કમલમ્ ખાતે યુવાનો અને શક્તિકેન્દ્રના સંયોજકો સાથે મેરેથોન બેઠકો યોજી
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કચ્છમાં ‘મોડેલ પશુપાલન વિલેજ’ યોજનાનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment