Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કચ્છમાં ‘મોડેલ પશુપાલન વિલેજ’ યોજનાનો પ્રારંભ

    18 hours ago

    કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા સરહદી જિલ્લામાં પશુપાલન પ્રવૃત્તિને વૈજ્ઞાનિક ઢબે ધબકતી કરવા તેમજ પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી એક અનોખો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના મસ્કા, કલવાણ વિસ્તાર, બાગ, ઢીંઢ અને પીયાવા સહિતના બેલ્ટને ‘મોડેલ પશુપાલન વિલેજ’ ક્લસ્ટર તરીકે દત્તક લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત મસ્કા ખાતે 150થી વધુ સક્રિય પશુપાલકોની ઉપસ્થિતિમાં એક વિશેષ જાગૃતિ અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો. રાજેશ પટેલએ જણાવ્યું હતું કે, આ ક્લસ્ટર વિસ્તારમાં પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ અને પશુ માવજત જેવા 04 મુખ્ય સ્તંભો પર સઘન કામગીરી કરવામાં આવશે. પશુપાલકોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે કૃત્રિમ બીજદાનમાં ‘સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ’નો ઉપયોગ કરાશે, જેનાથી 90% કિસ્સાઓમાં વાછડીનો જ જન્મ થાય છે અને નર વાછડાઓનું ભારણ ઘટે છે. આ ઉપરાંત ઉચ્ચ આનુવંશિક ગુણધરાવતાં પશુઓ મેળવવા માટે ‘એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી’ (ET)નો ઉપયોગ કરીને 22 થી 25 લિટર દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ઓલાદો તૈયાર કરાશે. આગામી 03 વર્ષ સુધી નિરંતર ચાલનારા આ પ્રકલ્પમાં ચાફ કટર દ્વારા ઘાસચારાના વેડફાટમાં 25% નો ઘટાડો કરવા તેમજ આઇ-ખેડૂત પોર્ટલ મારફતે સરકારી યોજનાઓનો લાભ પશુપાલકો સુધી સામેથી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આસપાસના 150થી વધુ પશુપાલકોને વૈજ્ઞાનિક માહિતીઓ આપવામાં આવી હતી. મદદનીશ પશુ ચિકિત્સા વિજય દેસાઈ, ડો. આરતીબેન કાપડી, માંડવીના ડો. રોહિત ચૌધરી, સરહદ ડેરીના ડિરેક્ટર મયૂરભાઈ મોતા, આસપાસના ગામોના સરપંચો સહિત પશુપાલન નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મસ્કા ક્લસ્ટર મોડેલના 4 મુખ્ય સ્તંભ પ્રોજેક્ટની મુખ્ય વિગતો 150થી વધુ પશુપાલકોને વૈજ્ઞાનિક માહિતીઓ આપવામાં આવી હતી. મદદનીશ પશુ ચિકિત્સા વિજય દેસાઈ, ડો. આરતીબેન કાપડી, માંડવીના ડો. રોહિત ચૌધરી, સરહદ ડેરીના ડિરેક્ટર મયૂરભાઈ મોતા, આસપાસના ગામોના સરપંચો સહિત પશુપાલન નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા મજૂરો અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની રજૂઆત:મુન્દ્રામાં ચોરી લૂંટની વધતી ઘટનાઓ સામે રોષ, કડક કાર્યવાહીની માંગ
    Next Article
    અંજારમાં રાજ્યમંત્રીના હસ્તે અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત કરી:કચ્છના પાંચ શહેરોમાં શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન મળશે, આરંભ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment