Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજારમાં રાજ્યમંત્રીના હસ્તે અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત કરી:કચ્છના પાંચ શહેરોમાં શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન મળશે, આરંભ કરાયો

    19 hours ago

    ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 101 કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત માત્ર રૂ. 5માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં, શ્રમિકોના સ્વાસ્થ્યવર્ધન માટે સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ લાભ અપાય છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને કેન્દ્ર પર જવાનું હોય છે. ત્યાં કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યૂ.આર. (QR) કોડ સ્કેન કરાવીને ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. 5માં ટોકન આપવામાં આવે છે. અંજાર ખાતે નવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ, શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌ જિલ્લામાં 5 નવા કેન્દ્રનો થયો પ્રારંભ ગાંધીધામમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સુંદરપુરી પાણીની ટાંકી પાસેના કડીયાનાકા ખાતે તો ભુજ શહેરમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થાનિક મહાનુભાવોએ આદિપુર અને રાપર ખાતેના કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કચ્છમાં ‘મોડેલ પશુપાલન વિલેજ’ યોજનાનો પ્રારંભ
    Next Article
    ‘ભાસ્કર’ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું:આખરે લખપતના લક્કી ખાતે સમુદ્રી સીમા દર્શન માટે નવી બોટ આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment