Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભાસ્કર’ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું:આખરે લખપતના લક્કી ખાતે સમુદ્રી સીમા દર્શન માટે નવી બોટ આવી

    1 day ago

    લખપત તાલુકાના અરબ સાગર કિનારે આવેલ લક્કી નાળામાં સમુદ્રી સીમા દર્શન બોટ રાઈડ પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે. આ બોટ સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી હતી અને લોકોમાં બોટ ક્યારે શરૂ થશે તેવી ચર્ચાઓ હતી. લોકોની લાગણી અને માંગણીને વાચા આપતા ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા થોડા દિવસ પહેલાં જ બોટ રાઈડ શરૂ કરવા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. ભાસ્કરના અહેવાલની ધારદાર અસર થતાં હાલ લકી જેટી પર એક નવી બોટ આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવી બોટ જેટી પર પહોંચી ચૂકી છે. જરૂરી વહીવટી કાર્યવાહી અને મંજૂરીઓ મળ્યા બાદ સંભવતઃ નવરાત્રિ પછી આ બોટ સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવાશે. નારાયણ સરોવર અને કોટેશ્વર દર્શનાર્થે આવતા કચ્છ અને અન્ય જિલ્લાઓના પ્રવાસીઓ અચૂક લકી સમુદ્રી સીમા દર્શનની પૂછપરછ કરતા હોય છે. 1 કલાકની સફરનો અનેરો રોમાંચ લકી નાળામાં 1 કલાકની આ દરિયાઈ સફર પ્રવાસીઓને મોજ કરાવી દે છે. બોર્ડરના રોમાંચ સાથે દરિયામાં બોટમાં ફરવાની મજા લોકો મન મૂકીને માણે છે. નવી બોટ આવી જતાં હવે થોડા જ દિવસોમાં બોટ સેવા ફરી ધમધમતી થશે અને પ્રવાસીઓની આતુરતાનો અંત આવશે.
    Click here to Read More
    Previous Article
    અંજારમાં રાજ્યમંત્રીના હસ્તે અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત કરી:કચ્છના પાંચ શહેરોમાં શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન મળશે, આરંભ કરાયો
    Next Article
    દરોડા કાર્યવાહીનું આંકડાકીય અને કાયદાકીય ગણિત:પર્વતથી પાતાળ સુધી પહોંચ્યા ખનીજ ચોરો, 8 કરોડનો જથ્થો સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment