Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરોડા કાર્યવાહીનું આંકડાકીય અને કાયદાકીય ગણિત:પર્વતથી પાતાળ સુધી પહોંચ્યા ખનીજ ચોરો, 8 કરોડનો જથ્થો સીઝ

    1 day ago

    કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત રીતે ચાલતી ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભુજની સ્પષ્ટ સૂચનાના પગલે ભચાઉ અને રાપર તાલુકાના વિવિધ વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉની આગેવાની હેઠળ ભચાઉ મામલતદાર, રાપર મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે ખનીજ માફિયાઓ સામે દંડાત્મક ઝુંબેશ ચલાવી હતી. આ અચાનક હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે 2 એકર જમીનમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જ્યાંથી સ્થળ પરથી જ 2 હિટાચી મશીન અને 3 ટ્રક જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાપર શહેરમાંથી ગેરકાયદે ખનીજ ભરીને જતાં 13 ટ્રક અને જાટાવાડા ખાતે ખનન સાઇટ પરથી 01 ટ્રેક્ટર કમ લોડર પકડી પાડવામાં આવ્યું હતું. તે સિવાય ભચાઉ તાલુકાના આધોઈ ખાતેથી પણ 01 હિટાચી સીઝ કરવામાં આવ્યું હતું. વહીવટી ટીમે સુરજબારી ટોલપ્લાઝા ખાતે તપાસ હાથ ધરીને રોયલ્ટી પાસ વગરની 4 ટ્રક તથા ઓવરલોડ દોડતી 15 ટ્રકોને ઝડપી પાડી હતી. સ્થળ પર આરટીઓ તંત્રને સાથે રાખીને નિયમોભંગ કરનારા ઓવરલોડ વાહનો પાસેથી સ્થળ પર જ રૂ. 3,60,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મેગા ઓપરેશન દરમિયાન ટીમે અંદાજે રૂ. 8 કરોડથી વધુની કિંમતનો વાહન અને સાધનસામગ્રીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનો સામે ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની પ્રક્રિયા અર્થે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કબ્જો સોંપવામાં આવ્યો છે. વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા સીઝ કરેલા વાહનો અને સાધન સામગ્રીની વિગત દરોડા કાર્યવાહીનું આંકડાકીય અને કાયદાકીય ગણિત : પેનલ્ટી પણ વસુલાશે
    Click here to Read More
    Previous Article
    ‘ભાસ્કર’ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું:આખરે લખપતના લક્કી ખાતે સમુદ્રી સીમા દર્શન માટે નવી બોટ આવી
    Next Article
    તમામ વહીવટી અને માળખાકીય તૈયારીઓ આખરી તબક્કામાં:બન્નીમાં ચિત્તાના આગમન માટે લાલ જાજમ, વર્ષના અંત સુધીમાં થશે દસ્તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment