Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ વહીવટી અને માળખાકીય તૈયારીઓ આખરી તબક્કામાં:બન્નીમાં ચિત્તાના આગમન માટે લાલ જાજમ, વર્ષના અંત સુધીમાં થશે દસ્તક

    1 day ago

    કચ્છના એશિયાના સૌથી વિશાળ એવા બન્ની ઘાસિયા મેદાનમાં લુપ્ત થઈ ચૂકેલા ચિત્તાના પુનઃવસવાટ માટેની તમામ વહીવટી અને માળખાકીય તૈયારીઓ આખરી તબક્કામાં પૂર્ણ કરી લેવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના અંત સુધીમાં બન્નીની ધરતી પર ચિત્તાના આગમનની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન દ્વારા ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર ખાતે ખાસ સુરક્ષિત એન્ક્લોઝર, સીસીટીવી સર્વેલન્સ, તબીબી સુવિધાઓ તેમજ શિકાર આધારિત પ્રજાતિઓની પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સમયબદ્ધ રીતે પાર પાડવા માટે ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું સીધું અને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલ સિંહ, કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ધીરજ મિત્તલ અને બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન ડીસીએફ નેવિલ ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, બન્ની ખાતે ફરજ બજાવનાર વનકર્મીઓ અને પશુચિકિત્સકોની વિશેષ ટીમને ચિત્તા હેન્ડલિંગ, ટ્રેકિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતેથી ખાસ તાલીમ પણ અપાઈ ચૂકી છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ તમામ પરિમાણો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જો ડિસેમ્બર સુધીમાં ચિત્તાનું આગમન થશે, તો ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ બિગ કેટ ફેમિલીના ચારેય મહત્વના સભ્યોની હાજરી નોંધાશે. બન્નીમાં ચિત્તાના સંવર્ધનથી માત્ર ઇકોસિસ્ટમનું સંતુલન જ નહીં સુધરે, પરંતુ કચ્છના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રને પણ વૈશ્વિક સ્તરે એક નવી ઊંચાઈ મળશે.
    Click here to Read More
    Previous Article
    દરોડા કાર્યવાહીનું આંકડાકીય અને કાયદાકીય ગણિત:પર્વતથી પાતાળ સુધી પહોંચ્યા ખનીજ ચોરો, 8 કરોડનો જથ્થો સીઝ
    Next Article
    પર્વની પવિત્રતા ઝાંખી પાડનારા સામે કડક હાથે કામ લો:પોલીસની હાજરીમાં પીધેલાઓ બન્યા બેફામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment