Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્વની પવિત્રતા ઝાંખી પાડનારા સામે કડક હાથે કામ લો:પોલીસની હાજરીમાં પીધેલાઓ બન્યા બેફામ

    2 days ago

    નવરાત્રી એટલે માં અંબાના અનુષ્ઠાનનું પવિત્ર પર્વ, જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ રચાય છે. પરંતુ વર્તમાન સમયમાં રાત્રે ચાલતા વ્યવસાયિક અને કોમર્શિયલ મહોત્સવોમાં આ પવિત્રતા રોળાઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જ્યારે યુવાનોથી લઈને આધેડ વયના લોકો પોતાના પરિવાર, બહેન-દીકરીઓ સાથે ગરબે રમવા નીકળતા હોય ત્યારે તેમની આસપાસ દારૂ પીને ધૂત થયેલા તત્વો નશાની હાલતમાં ઘૂમી રહ્યા હોય, આ દૂષણને કારણે કૌટુંબિક માહોલમાં ગરબે રમતા ખેલૈયાઓ ભારે અસલામતી અને અસહજતા અનુભવે છે. સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશ પમાડે તેવી બાબત તો એ છે કે, મોટા કોમર્શિયલ આયોજનો અને ડોમની બહાર ચાર-ચાર પોલીસ મોબાઈલ વાહનો ખડકાયેલા હોય છે અને પોલીસ સ્ટાફની ખાસ્સી એવી સંખ્યા તૈનાત હોય છે. આટલો મોટો બંદોબસ્ત હોવા છતાં દારૂ પીધેલા તત્વો પોલીસની નજર સામેથી બિંદાસ પસાર થઈ જાય છે. પોલીસ વિભાગની આ ‘સૂચક મૌન સાક્ષી’ અનેક સવાલો ઊભા કરે છે. બીજી તરફ, પાસ વેંચીને લાખો રૂપિયા કમાતા કોમર્શિયલ આયોજકો માત્ર પોતાના વ્યવસાયિક સ્વાર્થ ખાતર માં ની ભક્તિને વરવું અને વિકૃત રૂપ આપી રહ્યા છે. આ કોમર્શિયલ ધમાચકડી અને નશાખોરોના છાકટાપણાનો સીધો ભોગ શહેરની અંદર વર્ષોથી સાચી પરંપરા અને સંસ્કાર જાળવી રાખતી સાર્વજનિક ગરબીઓને બનવું પડે છે. જ્યુબિલી સર્કલ કે સેડાતા તરફ જતા માર્ગો તેમજ ભચાઉ માર્ગ પરની નવરાત્રીમાં આવા તત્વો ગરબીઓમાં પહોંચીને બબાલ મચાવે છે. આ તમામ દૂષણોને તાત્કાલિક અસરથી નાથવા માટે પોલીસ વિભાગે સખત વલણ અપનાવવું જ પડશે. માઉથ એનેલાઈઝરથી ચેકિંગ કરીને, રાત્રે લોકઅપમાં પૂરીને અસામાજિક તત્વોમાં કાયદાનો એવો ખોફ ઊભો કરવો પડશે જેથી ભક્તિના આ પવિત્ર મહાપર્વની ગરિમા જળવાઈ રહે. શેરીઓ અને સાર્વજનિક મંડળોમાં યોજાતી પરંપરાગત ગરબીઓ, જ્યાં માતાજીની સ્થાપના અને મંત્રોચ્ચાર સાથે આરતી થાય છે, ત્યાં કોમર્શિયલ ડોમમાંથી નીકળેલા નશાખોરો પહોંચીને માહોલ ખરાબ કરે છે. ખાખીનું મૌન અને સંચાલકોની નફાખોરી કોમર્શિયલ નવરાત્રીમાં હજારો રૂપિયામાં પાસ વેચીને કમાણી કરતા સંચાલકો દારૂ પીને આવનારા વર્ગને અટકાવવાની હિંમત દર્શાવતા નથી. પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે આયોજન સ્થળ બહાર પોલીસ ગાડીઓ અને વિશાળ બંદોબસ્ત હોવા છતાં આયોજકો પૈકીનાં પણ નશામાં ધૂત ખુલ્લેઆમ ફરે છે. પોલીસની આ આંખ આડા કાન કરવાની નીતિ સંચાલકો અને અસામાજિક તત્વોને વધુ ઉત્સાહ પૂરો પાડે છે. જો સુરક્ષાકર્મીઓ જ આટલા ઉદાસીન રહેશે તો સામાન્ય નાગરિકો અને પરિવારની સુરક્ષા રામ ભરોસે જ રહેશે.
    Click here to Read More
    Previous Article
    તમામ વહીવટી અને માળખાકીય તૈયારીઓ આખરી તબક્કામાં:બન્નીમાં ચિત્તાના આગમન માટે લાલ જાજમ, વર્ષના અંત સુધીમાં થશે દસ્તક
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:કચ્છને વલસાડથી 25 લાખ કિલો ઘાસ આપવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment