Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવ 25 સપ્ટેમ્બર સુધી:ક્રોધ, લોભ અને મોહને દૂર કરવા માટે કરો ગણેશજીના અલગ-અલગ સ્વરૂપોની પૂજા

    1 day ago

    હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશ પૂજાનો આ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં ભગવાન ગણપતિના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. ભગવાન વિષ્ણુની જેમ જ ગણેશજીએ અધર્મનો નાશ કરવા માટે સમયાંતરે વિકટ, મહોદર, વિઘ્નેશ્વર જેવા અલગ-અલગ અવતાર લીધા છે. આ અવતારોની પૂજાથી આપણા ઘણા દોષો દૂર થઈ શકે છે. આ દોષોમાં કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષ્યા, મોહ, અહંકાર અને અજ્ઞાનનો સમાવેશ થાય છે. જાણો ગણપતિજીનો કયો અવતાર કયા અસુરનો નાશ કરવા માટે પ્રગટ થયો હતો... વક્રતુંડ ગણેશ દૂર કરે છે ઈર્ષ્યાની ભાવના દૈત્યગુરુ શુક્રાચાર્યના કહેવાથી મત્સરાસુરએ દેવતાઓને પરાજિત કર્યા હતા. મત્સરાસુરને બે પુત્રો હતા - સુંદરપ્રિય અને વિષયપ્રિય. આ બંને પણ અત્યાચારી હતા. તેમના આતંકનો અંત લાવવા માટે વક્રતુંડ પ્રગટ થયા. વક્રતુંડ એટલે વાંકી સૂંઢવાળા ગણેશ. ભગવાન વક્રતુંડે મત્સરાસુરના બંને પુત્રોનો વધ કર્યો અને મત્સરાસુરને પણ પરાજિત કર્યા. ત્યારબાદ મત્સરાસુર ગણેશજીનો ભક્ત બની ગયો હતો. મત્સર એટલે ઈર્ષ્યા, બળતરાની ભાવના. ગણેશજીના આ સ્વરૂપની પૂજા કરવાથી આપણા મનમાંથી ઈર્ષ્યાની ભાવના દૂર થઈ શકે છે. નશાથી બચવા માટે ભક્તો કરે છે એકદંત ગણેશની પૂજા મદાસુર નામના અસુરે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી. ત્યારબાદ મદાસુરે બધા દેવોને પરાજિત કર્યા. દેવોએ મદાસુરના આતંકનો અંત લાવવા માટે ગણેશજીની મદદ માંગી હતી. ભગવાન ગણેશે દેવોની રક્ષા કરવા માટે એકદંત સ્વરૂપમાં અવતાર લીધો. એકદંત એટલે એક દાંતવાળા ગણેશ. એકદંત ગણેશે મદાસુરનો નાશ કર્યો. મદાસુર એટલે મદ, નશો. ગણેશજીની સાચી ભક્તિ કરવાથી નશો કરવાની બુરાઈ દૂર થઈ શકે છે. મોહથી બચાવે છે મહોદર ગણેશ કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો, ત્યારબાદ મોહાસુર નામના અસુરે દેવોની મુશ્કેલીઓ વધારી દીધી. ત્યારે દેવોની પ્રાર્થના પછી ગણેશજીએ મહોદર અવતાર લીધો. મહોદર એટલે મોટા પેટવાળા ગણેશ. મહોદર ગણેશને જોતા જ મોહાસુર ભગવાનનો ભક્ત બની ગયો. મોહાસુર એટલે મોહ. ગણેશજીની પૂજાથી આપણા બધા મોહ દૂર થઈ શકે છે. કામભાવના દૂર કરે છે વિકટ ગણેશ કામાસુર નામના અસુરે શિવજી પાસેથી વરદાન મેળવી દેવતાઓને પરાજિત કર્યા અને સ્વર્ગ પર અધિકાર કરી લીધો. ત્યારે દેવતાઓની રક્ષા માટે ગણપતિએ વિકટ રૂપમાં અવતાર લીધો. વિકટ એટલે બધી પરેશાનીઓને દૂર કરનારા ગણેશ. ભગવાન વિકટે કામાસુરને પરાજિત કર્યો. કામાસુર એટલે કામભાવના. ગણેશજીની પૂજાથી ભક્તના મનમાંથી કામવાસનાની ભાવનાઓ દૂર થઈ શકે છે. લાલચથી બચાવે છે ગજાનન દેવતાઓના ખજાનચી કુબેરના લોભને કારણે લોભાસુર નામનો અસુર પ્રગટ થયો. તેણે શુક્રાચાર્યની દીક્ષા લીધી. શુક્રાચાર્યની આજ્ઞાથી તેણે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરી લીધું. આ પછી લોભાસુરે ત્રણેય લોક પર કબજો કરી લીધો હતો. સૃષ્ટિની રક્ષા માટે ભગવાન ગણેશે ગજાનન રૂપમાં અવતાર લીધો. ગજાનન એટલે હાથી જેવા મુખવાળા ગણેશ. ગજાનનના સ્વરૂપને જોઈને લોભાસુરે યુદ્ધ કર્યા વિના જ પરાજય સ્વીકારી લીધો અને તેમનો ભક્ત બની ગયો. લોભાસુર એટલે લોભ. જે લોકો ગણેશજીની નિઃસ્વાર્થ ભાવથી ભક્તિ કરે છે, તેમના મનમાંથી લોભ દૂર રહે છે. ગુસ્સો કાબૂ કરવો હોય, તો લંબોદર ગણેશની પૂજા કરો ક્રોધાસુર નામના અસુરને સૂર્યદેવ પાસેથી વરદાન મળ્યું હતું. તેણે દેવતાઓને પરાજિત કરી દીધા, આ પછી બધા દેવતાઓ તેનાથી બચવા માટે ગણેશજી પાસે પહોંચ્યા. ત્યારે દેવતાઓની રક્ષા માટે ગણપતિજીએ લંબોદર રૂપમાં અવતાર લીધો. લંબોદર એટલે લાંબા અને મોટા પેટવાળા ગણેશ. લંબોદર ગણેશથી ડરીને ક્રોધાસુર પાતાળ લોકમાં જતો રહ્યો અને દેવતાઓને તેનાથી મુક્તિ મળી ગઈ. ક્રોધાસુર એટલે ગુસ્સો. ગણેશજીની ભક્તિથી મન શાંત રહે છે અને મન શાંત હોય તો ગુસ્સા જેવી બુરાઈ પર કાબૂ મેળવી શકાય છે. અહંકારથી બચાવે છે ધૂમ્રવર્ણ ગણેશ પૌરાણિક કથા છે કે એકવાર સૂર્યદેવની છીંકમાંથી એક દૈત્યની ઉત્પત્તિ થઈ. તેનું નામ અહમ હતું. અહમનું એક નામ અહંતાસુર પણ હતું. શુક્રાચાર્યની આજ્ઞાથી તેણે ત્રણેય લોકમાં ખૂબ અત્યાચાર કર્યો. અહંતાસુરના અંત માટે ગણેશજીએ ધૂમ્રવર્ણ અવતાર લીધો હતો. ધૂમ્રવર્ણ એટલે ધુમાડા જેવા રંગવાળા ગણેશ. ધૂમ્રવર્ણે અહંતાસુરને પરાજિત કર્યો. પછીથી તે પણ ગણેશજીનો ભક્ત બની ગયો. અહંતાસુર એટલે અહંકાર. ગણેશજીની પૂજાથી આપણા મનમાંથી અહંકારની ભાવના દૂર થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચોરાયેલી મોટરસાયકલ સાથે સુરેન્દ્રનગરનો ઈસમ ઝડપાયો:મોરબીના મકનસર ગામ નજીક શંકાસ્પદ હાલતમાં પકડાયો, કાગળો ન મળતા પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    બંગાળના IPS અધિકારી બુશરા બાનોની બદલી:પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને 'ઇન્શાઅલ્લાહ-જઝાકઅલ્લાહ' કહ્યું હતું; અઝહરુદ્દીને કહ્યું- લઘુમતીઓને શું સંદેશ આપી રહ્યા છો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment