Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરાયેલી મોટરસાયકલ સાથે સુરેન્દ્રનગરનો ઈસમ ઝડપાયો:મોરબીના મકનસર ગામ નજીક શંકાસ્પદ હાલતમાં પકડાયો, કાગળો ન મળતા પોલીસે કાર્યવાહી કરી

    1 day ago

    મોરબી એસ.ઓ.જી. ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના એક ઈસમને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. આ મોટરસાયકલ ચોરી કે છેતરપિંડીથી મેળવી હોવાની શંકા છે. પોલીસને માહિતી મળી હતી કે મોરબી તાલુકાના મકનસર ગામમાં ક્રિષ્ના વિજય નળિયાના કારખાના સામે સર્વિસ રોડ પરથી ઢુવા તરફ એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. એસ.ઓ.જી. ટીમે તેને રોકીને મોટરસાયકલ વિશે પૂછપરછ કરી. ત્યારે તે વ્યક્તિ ગોળગોળ જવાબ આપવા લાગ્યો અને કોઈ સંતોષકારક માહિતી આપી શક્યો નહીં. પોલીસે મોટરસાયકલની આર.સી. બુક અને બીજા જરૂરી કાગળો માંગ્યા ત્યારે તેણે પોતાની પાસે કોઈ દસ્તાવેજો ન હોવાનું જણાવ્યું. મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-BC-9932 હતો. તે વાહનના માલિક વિશે પણ કોઈ યોગ્ય માહિતી આપી શક્યો નહીં. આથી પોલીસને શંકા ગઈ કે મોટરસાયકલ ચોરીની છે અથવા છેતરપિંડીથી મેળવેલી છે. પોલીસે વાહન જપ્ત કર્યું અને અલ્પેશભાઈ રમેશભાઈ બોહડીયા (રહે. વાવડી, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની BNSS કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત કરી. તેને વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ મેળા માટે દર્શન-આરતીના સમય બદલાયા:મંદિર ટ્રસ્ટે 20 થી 26 સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમો અને સમયની જાહેરાત કરી
    Next Article
    ગણેશોત્સવ 25 સપ્ટેમ્બર સુધી:ક્રોધ, લોભ અને મોહને દૂર કરવા માટે કરો ગણેશજીના અલગ-અલગ સ્વરૂપોની પૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment