Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ મેળા માટે દર્શન-આરતીના સમય બદલાયા:મંદિર ટ્રસ્ટે 20 થી 26 સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમો અને સમયની જાહેરાત કરી

    1 day ago

    ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજી મંદિરમાં ભાદરવી પૂનમ મેળા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મંદિર મીની અંબાજી તરીકે ઓળખાય છે. ભાદરવા સુદ નોમથી પૂનમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ કારણે મંદિર ટ્રસ્ટે મંગળા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે 20 થી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાનું આયોજન કરાયું છે. તા. 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન મંગળા આરતી સવારે 6.15 વાગ્યે થશે. આ દિવસોમાં ભક્તો સવારે 6.15 થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 3 થી રાત્રે 11 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે. ભાદરવા સુદ તેરસ, ચૌદશ અને પૂનમના ત્રણ દિવસ મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. 24 અને 25 સપ્ટેમ્બરના રોજ મંગળા આરતી સવારે 6 વાગ્યે થશે. આ દિવસોમાં સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. 26 સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે પણ મંગળા આરતી સવારે 6 વાગ્યે થશે. આ દિવસે પણ મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ:ટનલોને તબાહ કરતા 900 કિલોના 40 હજાર સુપર-હેવી બોમ્બ પહોંચાડશે, ₹26 હજાર કરોડની ડીલથી દુનિયાભરમાં ખળભળાટ!
    Next Article
    ચોરાયેલી મોટરસાયકલ સાથે સુરેન્દ્રનગરનો ઈસમ ઝડપાયો:મોરબીના મકનસર ગામ નજીક શંકાસ્પદ હાલતમાં પકડાયો, કાગળો ન મળતા પોલીસે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment