Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનાલોગ બંધ:હવે પનીરમાં વેજિટેબલ ઓઇલની મિલાવટ, લેબમાં 5 નમૂના ફેલ

    14 hours ago

    એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ આવ્યા બાદ મિલાવટનો નવો રસ્તો શોધવામાં આવ્યો હોય તેવું લેબ ટેસ્ટિંગ રિપોર્ટમાં સામે આવ્યું છે ફૂડ શાખાએ લીધેલા પનીરના નમૂનાના લેબ રિપોર્ટમાં વેજીટેબલ ઓઈલની મિલાવટ ખુલવા પામી છે આથી બે ઘી અને પનીરના નમૂના સહિતના પાંચ રિપોર્ટ ફેલ થતા ઉત્પાદકો વિરુદ્ધ એજ્યુડિકેશન કેસ કરવા ફૂડ શાખાએ કવાયત હાથ ધરી છે. ફૂડ શાખાની તપાસ દરમિયાન કુલ પાંચ ખાદ્યપદાર્થોના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું જાહેર થયું છે. ફૂડ શાખાના રિપોર્ટ મુજબ બજરંગવાડી ચેક, જામનગર રેડ પર આવેલી શ્રી અમૃત ડેરીફાર્મ એન્ડ આઈસક્રિમમાંથી લેવામાં આવેલા છૂટા પનીરના નમૂનામાં દૂધની ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું મળ્યું હતું. સાથે જ તેમાં વનસ્પતિચરબીની હાજરી પણ મળી આવી હતી. આ નમૂનો ફેલ થયો છે. કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આવેલી જય ધારેશ્વર ડેરીફાર્મમાંથી લેવામાં આવેલા છૂટા પનીરના નમૂનામાં પણ દૂધની ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું જણાયું હતું. મવડી મેઈન રેડ પર અક્ષર પ્લાસ્ટિકની સામે આવેલા જલારામ ઘી ડેપોમાંથી લેવામાં આવેલા નમીત ગાયના શુદ્ધ ઘીના નમૂનામાં વનસ્પતિ ચરબી મળી આવી હતી. આજીડેમ ચેકડી પાસે આવેલી કનૈયા ડેરીફાર્મમાંથી લેવામાં આવેલા છૂટા શુદ્ધ ઘીના નમૂનામાં વનસ્પતિ ચરબી ઉપરાંત તલના તેલની હાજરી મળી આવી હતી. મવડીમાં વસંત વાટિકા સામે આવેલી શ્રી બાલાજી કોઠી આઈસક્રીમમાંથી લેવાયેલા શ્રદ્ધા કોઠી આઈસક્રીમના કેરીના સ્વાદના નમૂનામાં કુલ ઘન પદાર્થો અને દૂધની ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મૃત પશુઓના નિકાલ માટે જમીન જરૂરી હોવાની રજૂઆત‎:બામણામાળદૂર ગામના ગૌચરમાં એકલવ્ય સ્કૂલની મંજૂરી રદ કરવા કલેક્ટરને આવેદન
    Next Article
    સિટી એન્કર:ST બસની સીટ પાછળ લગાવ્યા QR કોડ, મુસાફરો સ્કેન કરીને નોંધાવી શકશે ફરિયાદ કે સૂચન: 7 મહિનામાં 34 હજાર ફરિયાદોનું નિવારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment