Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃત પશુઓના નિકાલ માટે જમીન જરૂરી હોવાની રજૂઆત‎:બામણામાળદૂર ગામના ગૌચરમાં એકલવ્ય સ્કૂલની મંજૂરી રદ કરવા કલેક્ટરને આવેદન

    13 hours ago

    ડોલવણ તાલુકાના બામણામાળદૂર ગામે ગૌચર જમીનમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ગ્રામજનોએ 16 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સ્કૂલનું બાંધકામ તાત્કાલિક અટકાવવા અને આપવામાં આવેલી મંજૂરી રદ કરવાની માગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની જમીન ખાતા નંબર 269 અને બ્લોક સર્વે નંબર 404 પૈકી આશરે 80,000 ચોરસ મીટર જમીનમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ ગામના પશુપાલકો પશુઓને ચરાવવા માટે કરે છે. ઉપરાંત, મૃત પશુઓના નિકાલ તેમજ ભવિષ્યમાં ગામના અન્ય વિકાસલક્ષી કામો માટે પણ આ જમીન ઉપયોગી બની શકે તેમ છે. આવી સ્થિતિમાં ગૌચર જમીન સ્કૂલ માટે ફાળવવામાં આવે તો પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી રજૂઆત કરવામાં આવી છે. આવેદનમાં ગ્રામજનોએ ગ્રામસભામાં ઠરાવ પસાર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, સંબંધિત ઠરાવમાં ગ્રામ પંચાયતના માત્ર એક સભ્યની સહી અને સંમતિ લેવામાં આવી હતી, જ્યારે અન્ય સભ્યોની સંમતિ લેવામાં આવી ન હતી. ગ્રામજનોને જાણ કર્યા વિના ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેમણે ઠરાવ કઈ રીતે પસાર થયો તે અંગે તપાસ કરવાની માગ કરી છે. ગામના પશુપાલકોના હિત અને ગૌચર જમીનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કૂલના બાંધકામ અંગેના નિર્ણયની ફેરવિચારણા કરવા, બાંધકામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને મંજૂરી રદ કરવામાં આવે તેવી માગ ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રામનગરમાં દિવાળી પૂર્વે રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવા આયોજન:રોડ બનાવવા અડચણ રૂપ જર્જરિત‎ આંગણવાડી અને દબાણ હટાવાયાં‎
    Next Article
    એનાલોગ બંધ:હવે પનીરમાં વેજિટેબલ ઓઇલની મિલાવટ, લેબમાં 5 નમૂના ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment