Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ST બસો અને ભારે વાહનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ:PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ, 50થી વધુ મિલકતોમાં આવશે કપાત

    1 day ago

    રાજકોટની PDM માલવીયા કોલેજ ફાટકના રસ્તે બે છેડે ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય ઘણા સમય અગાઉ લેવાયો હતો. આ માટે ગત ઓગષ્ટ મહિનામાં જ રાજ્ય સરકાર દ્વારા રૂ. 40.86 કારોડની ફાળવણી કરાઈ હોવાનું પણ ધારાસભ્ય ટીલાળાએ જાહેર કર્યું હતું. જો કે ચૂંટણીઓનાં કારણે આ પ્રક્રિયા અટકી હતી. ત્યારે હવે મનપા દ્વારા ફરીથી અંડરબ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં LOPનો સર્વે, ટેન્ડર પ્રક્રિયા અને રેલવેની મંજૂરી સહિત જુદી-જુદી કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની ડિઝાઇન પણ દિવ્યભાસ્કર પાસે આવી ચૂકી છે. રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટને ફાટક મુક્ત બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM રેલવે ફાટક નીચે રૂ.50 કરોડના અંદાજિત ખર્ચે કુલ 700 મીટર લંબાઈનો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે એવી જાહેરાત કરી હતી. ત્યારે હવે GUDM વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે આ બ્રિજ માટે પ્રારંભિક સર્વે પૂર્ણ થઈ ગયો છે. મનપાએ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા અને કપાતમાં આવતી મિલકતોનો સર્વે કરવા માટે સલાહકારની નિમણૂક કરી હતી. જેણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, અંદાજે 50 કરતા વધારે મિલકતોમાં નાની-મોટી કપાત આવી શકે છે. ખાસ કરીને ઢેબર રોડ પર ઢેબર કોલોનીથી ગોપાલનગર શેરી નં. 1 સુધીની મિલકતો કપાત હેઠળ આવી શકે છે. મનપાએ ઢેબર રોડ પરની આ મિલકતોને 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ' (LOP) હેઠળ મૂકી છે એટલે કે જાહેર હિતમાં મનપા દ્વારા આ મિલકતોના અમુક ભાગની કપાત કરવામાં આવશે. રેલવેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા સહિત જરૂરી કામગીરી હાથ ધરાશે પ્રાથમિક જાણકારી મુજબ રોડની એક જ બાજુએ કપાત આવે એવી શક્યતા છે. રેલવે તંત્રએ પણ મનપાને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી છે. આ ફાટકનો ઉપયોગ ST બસો સહિતના ભારે વાહનો દ્વારા થતો હોવાથી 700 મીટરની મોટી લંબાઈનો બ્રિજ બનાવવાની જરૂરિયાત છે. હવે LOP હેઠળ આવતી તમામ કપાતની મિલકતોનો સર્વે TP વિભાગ દ્વારા કરવામાં આવશે. આ સાથે જ રેલવેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા સહિત જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં કપાતમાં આવતી 50થી વધુ મિલકતોને નોટિસ પણ આપવામાં આવશે. અંડરબ્રિજના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં PDM રેલવે ફાટક નીચે રૂ. 50 કરોડનાં ખર્ચે શહેરનો સૌથી લાંબો 700 મીટરનો અંડરબ્રિજ બનાવવામાં આવનાર છે. ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM કોલેજ પાસેના રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી રૂ.40.83 કરોડની ફાળવણી પણ કરી છે. ત્યારે હવે આ અંડરબ્રિજના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે મંજૂર થયા બાદ આ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બન્યા બાદ શહેરનાં હજારો નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ચેન્નાઈના નાર્કોટિક્સ બ્યુરોનું ગુપ્ત ઓપરેશન:કાગળોની વચ્ચે પાઉડર ફોર્મમાં LSD ડ્રગ્સ, નેધરલેન્ડ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ ફેલ; વેપારી પુત્રને દબોચ્યો
    Next Article
    2015માં મૃત્યુ પામેલા માતાના બેંક એકાઉન્ટનું વર્ષ 2023માં રી-કેવાયસી કરાવ્યું:વડોદરામાં ભરણપોષણથી બચવા પતિએ અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ ચલાવ્યા, પત્નીએ પતિ સામે નવાપુરા પોલીસમાં નોંધાવી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment