Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ચેન્નાઈના નાર્કોટિક્સ બ્યુરોનું ગુપ્ત ઓપરેશન:કાગળોની વચ્ચે પાઉડર ફોર્મમાં LSD ડ્રગ્સ, નેધરલેન્ડ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ ફેલ; વેપારી પુત્રને દબોચ્યો

    1 day ago

    ચેન્નાઈ નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કડીઓ જોડીને સુરતમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચેન્નાઈના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, નેધરલેન્ડથી ડ્રગ્સનું એક મોટું કન્સાઇનમેન્ટ સુરત આવી રહ્યું હતું. આ બાતમીના આધારે ચેન્નાઈની ટીમ તુરંત એક્શનમાં આવી અને સુરતની સ્થાનિક પોલીસ અને નાનપુરા પોસ્ટ ઓફિસનો સંપર્ક સાંધ્યો હતો. ચેન્નાઈ NCBના એક સચોટ ફોનને કારણે સુરતમાં ધમધમતા ડ્રગ્સ માફિયાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. નાનપુરા પોસ્ટ ઓફિસમાં બે દિવસ સુધી હોલ્ડ પર રખાયું પાર્સલ ચેન્નઈ નાર્કોટિક્સ બ્યુરો તરફથી નાનપુરા પોસ્ટ ઓફિસના ઉચ્ચ ઓફિસરને સત્તાવાર રીતે એક શંકાસ્પદ પાર્સલ અંગે એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, સુરતમાં સક્રિય એક શાતિર ડિલર વિદેશથી પોસ્ટ મારફતે પ્રતિબંધિત ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે અને તેનું જ એક ઘાતક પાર્સલ આ પોસ્ટ ઓફિસમાં ડિલિવરી માટે આવવાનું છે. ચેન્નઈ NCBના આ ઇનપુટ મળતા જ પોસ્ટ ઓફિસના સ્ટાફે સતર્કતા દાખવીને અડાજણના યશ છાબરા નામના યુવકના સરનામે આવેલું શંકાસ્પદ પાર્સલ અટકાવી દીધું હતું. આ પાર્સલને કોઈપણ પ્રકારની શંકા ગયા વિના સળંગ બે દિવસ સુધી ઓફિસમાં જ હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું, જેથી મુખ્ય સૂત્રધારને જાળમાં સરળતાથી ફસાવી શકાય. નાર્કોટિક્સ બ્યુરો અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન યોજનાબદ્ધ રીતે કામ કરતા ચેન્નઈ નાર્કોટિક્સ બ્યુરોનો ખાસ સ્ટાફ તાબડતોબ સુરત આવી પહોંચ્યો હતો. તેઓએ વિલંબ કર્યા વિના સ્થાનિક પોલીસ વિભાગની મદદ લીધી અને બુધવારે બપોરે તમામ અધિકારીઓ નાનપુરા પોસ્ટઓફિસમાં સાદા કપડામાં ગોઠવાઈ ગયા હતા. ટ્રેપ ગોઠવીને પોસ્ટમેન પાસે આરોપી યશ છાબરાને ફોન કરાવવામાં આવ્યો હતો કે તેનું એક ઈન્ટરનેશનલ પાર્સલ આવ્યું છે જે તેને નાનપુરા પોસ્ટઓફિસ આવીને રૂબરૂ કલેક્ટ કરવાનું રહેશે. ડ્રગ્સ મેળવવાની લાલચમાં અડાજણનો આ વેપારી પુત્ર પોતાની લક્ઝરી કાર લઈને તાત્કાલિક પાર્સલ લેવા નાનપુરા પોસ્ટઓફિસ ખાતે પહોંચી ગયો હતો. ડ્રગ્સ લેવા આવેલા અડાજણના યશ છાબરાની ધરપકડ યશ છાબરા જેવો નાનપુરા પોસ્ટઓફિસની અંદર દાખલ થયો અને વિદેશી પાર્સલની ડિલિવરી સ્વીકારી, કે તરત જ ત્યાં પહેલેથી જ વોચમાં ગોઠવાયેલા ચેન્નઈ નાર્કોટિક્સ બ્યુરોના સ્ટાફે સ્થાનિક પોલીસની મદદથી તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને દબોચી લીધો હતો. પોલીસની અચાનક રેડ જોઈને આરોપી યશના હોશ ઉડી ગયા હતા. તેની અંગઝડતી લેતા તેની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતું 0.2 ગ્રામ અત્યંત ઘાતક LSD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ જપ્ત કરી હાલમાં નાર્કોટિક્સ બ્યુરો દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્રણ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એરપોર્ટના સેક્યુરિટી ચેકિંગ ફેઈલ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડની ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે, નેધરલેન્ડથી મોકલાયેલું આ જીવલેણ ડ્રગ્સનું પાર્સલ ત્રણ દેશ-વિદેશના અતિ સુરક્ષિત એરપોર્ટ પરથી કોઈ પણ અડચણ વિના પાસ થઈ ગયું હતું. પાવડર ફોર્મમાં હોવાના લીધે નેધરલેન્ડ એરપોર્ટ, ભારતના મુખ્ય દિલ્હી એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ પર સ્થાપિત કસ્ટમ્સ વિભાગના હાઈટેક એક્સ-રે ચેકિંગ અને સ્કેનર મશીનો પણ આ ઘાતક ડ્રગ્સને ઓળખવામાં સંપૂર્ણપણે થાપ ખાઈ ગયા હતા. આ પાર્સલ કોઈ પણ ટ્રેકિંગમાં આવ્યા વિના છેક સુરતની સ્થાનિક પોસ્ટ ઓફિસ સુધી પહોંચી ગયું, જે રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ સવાલો ઉભા કરે છે. પોસ્ટમેનની જુબાનીથી ચોંકાવનારો ધડાકો યશની ધરપકડ બાદ ચેન્નઈ નાર્કોટિક્સ બ્યુરોના સ્ટાફે નાનપુરા પોસ્ટ ઓફિસના જે-તે વિસ્તારના સંબંધિત પોસ્ટમેનની પણ કાયદેસરની પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન એક હચમચાવી દેનારો ધડાકો અને ખુલાસો થયો હતો કે આરોપી યશ છાબરા આ ગુનામાં નવો નિશાળિયો નથી. તે અગાઉ પણ નેધરલેન્ડથી આવા શંકાસ્પદ ડ્રગ્સના પાર્સલ પોતાના અડાજણ સ્થિત ઘરના એડ્રેસ પર મંગાવી ચૂક્યો છે. તે સામાન્ય રીતે વિદેશથી આવતી કિંમતી ગિફ્ટ, આકર્ષક ગ્રીટિંગ કાર્ડ કે ઇન્ટરનેશનલ મેગેઝિન હોવાનો ઢોંગ કરતો હતો અને તેની આડમાં છુપાવીને આ કાળો કારોબાર ચલાવતો હતો. ધનિક નબીરાઓ અને ડ્રગ સિન્ડિકેટના કનેક્શન અંગે તપાસ સુરત શહેરના હાઈપ્રોફાઈલ અડાજણ વિસ્તારના એક મોટા વેપારીના પુત્રનું નામ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સામે આવતા જ સમગ્ર સુરતના ઉચ્ચ સોસાયટીના વર્તુળોમાં ભારે ફફડાટ મચી ગયો છે. કસ્ટમ અને એરપોર્ટ સેક્યુરિટીની આંખમાં ધૂળ નાખી પાવડર ફોર્મમાં ડ્રગ્સ મંગાવવાના આ હાઈટેક નેટવર્ક પાછળ અન્ય કયા સ્થાનિક ડ્રગ પેડલર્સ કે નબીરાઓ સામેલ છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. ચેન્નઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ હવે યશના બેંક એકાઉન્ટ્સ, ડાર્ક વેબ ટ્રાન્ઝેક્શન્સ અને મોબાઈલ ફોનના ડેટા રિકવર કરીને આ આખા નેટવર્કનું કમરતોડ ઓપરેશન આગળ ધપાવી રહી છે, જેમાં આગામી દિવસોમાં સુરતમાંથી વધુ મોટી ધરપકડો થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા-અંબાલાલ આમને સામને:જયંત પંડ્યાએ કહ્યું- અંબાલાલ તથ્યહિન વાતો કરે છે,અંબાલાલ બોલ્યા-'ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરી દેશું'
    Next Article
    ST બસો અને ભારે વાહનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ:PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ, 50થી વધુ મિલકતોમાં આવશે કપાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment