Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2015માં મૃત્યુ પામેલા માતાના બેંક એકાઉન્ટનું વર્ષ 2023માં રી-કેવાયસી કરાવ્યું:વડોદરામાં ભરણપોષણથી બચવા પતિએ અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ ચલાવ્યા, પત્નીએ પતિ સામે નવાપુરા પોલીસમાં નોંધાવી ફરિયાદ

    1 day ago

    વડોદરાના બગીખાના મેઇન રોડ સ્થિત સિલ્વર કાસ્કેડ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો સાથે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ ભરણપોષણની જવાબદારીમાંથી બચવા માટે વિવિધ વ્યક્તિઓના નામે તેમજ મૃત્યુ પામેલા સાસુના નામે પણ બેંક ખાતાઓ ચલાવતા હોવાની શંકા વ્યક્ત કરી છે. મહિલાએ ખોટા દસ્તાવેજો, ખોટી સહીઓ અને પોતાની જાણ બહાર બેંક ખાતામાં નામ ઉમેરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કર્યા છે. મહિલા અર્ચના અમિતભાઈ શાહે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પતિ અમિતભાઈ હસમુખભાઈ શાહ વર્ષ 2011થી તેમને અને તેમની દીકરીને તરછોડી અલગ રહે છે. કોર્ટ દ્વારા પતિને દર મહિને રૂ. 10 હજાર ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં તેઓ પોતાની વાસ્તવિક આવક અને નાણાકીય વ્યવહારો છુપાવતા હોવાની શંકા છે. તેમણે ગત 13 એપ્રિલ, 2026ના રોજ પોલીસ કમિશનરને અરજી આપી હતી. અરજીના આધારે કરવામાં આવેલી તપાસમાં તેમના પતિના મોબાઇલ નંબર સાથે વિવિધ બેંકોના અનેક ખાતાઓ સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. યશ બેંક, એક્સિસ બેંક, કેનેરા બેંક અને ડીબીએસમાં કુલ મળીને અનેક ખાતાઓની વિગતો મળી આવી હતી. યશ બેંકમાં દર્શાવાયેલા એક ખાતામાં તેમના સાસુનું નામ નોંધાયેલું છે, જ્યારે સાસુનું વર્ષ 2015માં અવસાન થઈ ચૂક્યું છે. તેમ છતાં વર્ષ 2023માં આ ખાતાનું રી-કેવાયસી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ખોટી રીતે સાસુની સહીઓ કરવામાં આવી હોવાની અને ખાતું ચાલુ રાખવામાં આવ્યું છે. કેટલાક ખાતાઓ એવા વ્યક્તિઓના નામે છે જેમને તેઓ ઓળખતા નથી. આ ઉપરાંત એક ખાતામાં તેમની જાણ અને મંજૂરી વગર પોતાનું નામ સંયુક્ત ખાતાધારક તરીકે ઉમેરવામાં આવ્યું છે. સાસરી પક્ષ પાસે તેમના ઓળખપત્રના દસ્તાવેજો હોવાને કારણે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. અર્ચના શાહના જણાવ્યા મુજબ તેમના પતિએ કોર્ટમાં માત્ર બે બેંક ખાતા અને માસિક રૂ. 10 હજાર જેટલી આવક હોવાનું સોગંદનામું રજૂ કર્યું હતું, જ્યારે તપાસમાં અનેક ખાતાઓની વિગતો સામે આવતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી માહિતી ખોટી હોવાનું જણાય છે. તેમના પતિએ ભરણપોષણ ચૂકવવાનું ટાળવા માટે અલગ-અલગ વ્યક્તિઓના નામે ખાતાઓ ખોલી નાણાકીય વ્યવહારો કર્યા છે. ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના નામે ખાતું ચાલુ રાખવું, ખોટા દસ્તાવેજો અને સહીઓનો ઉપયોગ કરવો તેમજ પોતાની જાણ બહાર ખાતામાં નામ ઉમેરી નાણાકીય વ્યવહારો કરવા જેવા કૃત્યો દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ST બસો અને ભારે વાહનોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ:PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ, 50થી વધુ મિલકતોમાં આવશે કપાત
    Next Article
    One seat down: Shiv Sena (UBT) corporator disqualified over caste certificate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment