Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર ST ડેપો: ડ્રાઈવર-કંડક્ટરોને હીટવેવથી બચવા ORS અપાયું:ફરજ દરમિયાન તબિયત જાળવવા અપાયું માર્ગદર્શન

    2 days ago

    પોરબંદર એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર અને કંડક્ટરોને હીટવેવથી બચાવવા માટે ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ફરજ દરમિયાન ગરમીથી બચવા અને તબિયત જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. પોરબંદર એસ.ટી. વિભાગના ડેપો મેનેજર પી.બી. મકવાણા અને ટી.આઇ. એચ.આર. ઓડેદરાએ મુસાફરો અને કર્મચારીઓને હીટવેવથી બચીને મુસાફરી કરવા તથા ફરજ બજાવવા અંગે માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બસ ડ્રાઇવર અને કંડક્ટરોએ પોતાની તબિયત સાચવવી અત્યંત જરૂરી છે, કારણ કે તેમની સાથે મુસાફરોની સુરક્ષા સીધી રીતે જોડાયેલી છે. કર્મચારીઓને ગરમીથી બચવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે તરસ ન લાગે તો પણ સમયાંતરે પુષ્કળ પાણી પીવાની સલાહ અપાઈ હતી. પોતાની પાસે હંમેશા પાણીની બોટલ રાખવી, તેમજ છાશ, લીંબુ શરબત અથવા ORSનું દ્રાવણ સાથે રાખવું જેથી શરીરમાં ક્ષારનું પ્રમાણ જળવાઈ રહે. ગરમીમાં ચા, કોફી કે વધુ પડતી ખાંડવાળા પીણાં ટાળવા અને બપોરના સમયે ભારે કે તેલવાળો ખોરાક ટાળી હળવો અને તાજો ખોરાક લેવા જણાવાયું હતું. તરબૂચ, ટેટી, દ્રાક્ષ કે કાકડી જેવા પાણીથી ભરપૂર ફળોનું વધુ સેવન કરવાની પણ ભલામણ કરાઈ હતી. પોશાક અંગે, આછા રંગના અને પરસેવો શોષી શકે તેવા સુતરાઉ કપડાંનો યુનિફોર્મ પહેરવા સૂચના અપાઈ હતી. બસની બહાર નીકળતી વખતે ટોપી અથવા સુતરાઉ રૂમાલથી માથું અને કાન ઢાંકીને રાખવા અને લૂ તથા તીવ્ર પ્રકાશથી આંખોના રક્ષણ માટે સનગ્લાસનો ઉપયોગ કરવા જણાવાયું હતું. બસની અંદરની વ્યવસ્થામાં, ડ્રાઈવર કેબિનમાં હવા ઉજાસ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવો અને શક્ય હોય તો નાનો પંખો ચાલુ રાખવા સૂચના અપાઈ હતી. વિરામ દરમિયાન બસને બને ત્યાં સુધી ઝાડ નીચે કે છાયડામાં પાર્ક કરવી અને લાંબા રૂટ પર એન્જિનની ગરમીથી બચવા ડ્રાઈવરે સીટ પર સુતરાઉ ગાદી કે ચાદર રાખવા પણ જણાવાયું હતું. પ્રાથમિક સારવાર અને સાવચેતીના ભાગરૂપે, જો ડ્રાઈવિંગ દરમિયાન ચક્કર આવે, અંધારા આવે કે નબળાઈ લાગે, તો તરત જ બસને સુરક્ષિત જગ્યાએ ઉભી રાખી આરામ કરવા સૂચના અપાઈ હતી. જો કોઈ મુસાફરને લૂ લાગે, તો તેમને તરત છાયડામાં બેસાડી પાણી આપવું અને તાત્કાલિક જરૂરી મદદ પૂરી પાડવા પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના અંતે, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ કર્મચારીઓને જણાવ્યું હતું કે, જો તેમની તબિયત સારી હશે તો જ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના સ્થળ સુધી પહોંચાડી શકાશે. આથી ગરમીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખી પોતાની અને મુસાફરોની સંપૂર્ણ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના છ સેમ્પલ ફેલ:આઈસક્રીમ અને જીલાટોમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નોંધાયું, બ્રાન્ડેડ ઘીમાં ટ્રાન્સફેટ વધુ અને ગાયના ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ
    Next Article
    દવા ચોરી કેસ: આરોપી બસપ્પા સજ્જનની આગોતરા જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી મહત્વનો હુકમ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment