Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના છ સેમ્પલ ફેલ:આઈસક્રીમ અને જીલાટોમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નોંધાયું, બ્રાન્ડેડ ઘીમાં ટ્રાન્સફેટ વધુ અને ગાયના ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ

    2 days ago

    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘી અને આઈસ્ક્રીમના વેચાણ એકમો પર હાથ ધરેલા સઘન ચેકિંગમાં મોટો ખુલાસો થયો છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ત્રણ જાણીતી એજન્સીઓના કુલ 6 સેમ્પલ 'અન-સેફ' અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થતા, તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘીમાં ટ્રાન્સફેટ અને વનસ્પતિ તેલની ભેળસેળ કોસાડ સ્થિત ન્યુ આદિનાથ ડેરી પ્રોડક્ટ ગોડાઉન પર લેવામાં આવેલા 4 ઘીના સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે. અન-સેફ ઘી: શ્રી ગોકુલ ગૌરક્ષ ઘી, ગોપીરાજ પ્રીમીયમ ડેરી ઘી અને મોતીરાજ પ્રીમીયમ કાઉ ઘીમાં હૃદય રોગ માટે જોખમી ટ્રાન્સફેટનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા વધુ મળ્યું છે. સબસ્ટાન્ડર્ડ ઘી: 'માખણ પ્રીમીયમ કાઉ પ્યોર ઘી' માં બીટા-સિટોસ્ટેરોલની હાજરી મળી છે, જે ગાયના શુદ્ધ ઘીમાં સસ્તા વનસ્પતિ તેલની ભેળસેળ સૂચવે છે. આઈસ્ક્રીમ પાર્લરોમાં મિલ્ક ફેટની ચોરી પ્રીમિયમ ભાવે વેચાતા આઈસ્ક્રીમમાં પણ ગુણવત્તાના ધારાધોરણો જળવાયા નથી. બે મોટા પાર્લરોના સેમ્પલ 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થયા છે. શિવ કૃપા આઈસ્ક્રીમ (સીટી લાઈટ): વેનીલા આઈસ્ક્રીમમાં દૂધની ચરબી (Milk Fat) નું પ્રમાણ અને B.R. Reading નિર્ધારિત સ્ટાન્ડર્ડ કરતા ઓછું મળી આવ્યું છે. ફ્રેંકો જીલાટો (ઉધના-મગદલ્લા રોડ): જાણીતા 'મલાઈ પિસ્તા આઈસ્ક્રીમ' માં પણ મિલ્ક ફેટની ઉણપ જોવા મળી છે, જે ગ્રાહકો સાથે આર્થિક છેતરપિંડી દર્શાવે છે. સ્વાસ્થ્ય પર અસરો અને કાયદાકીય પગલાં ટ્રાન્સફેટથી કોલેસ્ટ્રોલમાં વધારો, હાર્ટ એટેક અને નળીઓ બ્લોક થવાનું જોખમ રહેલું છે. જ્યારે ઓછું મિલ્ક ફેટથી પોષણનો અભાવ અને પાચનતંત્રને સંભવિત નુકસાન થઈ શકે છે. તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ લાયસન્સ રદ કરવા અને કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલમાંથી માસ્ટર ID દ્વારા સટ્ટો રમાડતો શખસ ઝડપાયો:LCB એ રૂ. 67,800 રોકડ સાથે આરોપીની ધરપકડ કરી
    Next Article
    પોરબંદર ST ડેપો: ડ્રાઈવર-કંડક્ટરોને હીટવેવથી બચવા ORS અપાયું:ફરજ દરમિયાન તબિયત જાળવવા અપાયું માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment