Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલમાંથી માસ્ટર ID દ્વારા સટ્ટો રમાડતો શખસ ઝડપાયો:LCB એ રૂ. 67,800 રોકડ સાથે આરોપીની ધરપકડ કરી

    2 days ago

    ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી માસ્ટર આઈ.ડી.નો ઉપયોગ કરીને સટ્ટો ચલાવી રહ્યો હતો. LCB ને મળેલી બાતમીના આધારે, વેજલપુરના પ્રભાત કોમ્પ્લેક્સ નજીકથી તોહસીફ શૌકત નાના નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. તે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. આરોપીના મોબાઈલની તપાસ કરતા માસ્ટર આઈ.ડી. દ્વારા હાર-જીતનો સટ્ટો ચાલતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આઈ.ડી.ની ₹10 લાખની ક્રેડિટ અને રોકડા ₹67,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, LCB ટીમે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં ફરાર બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. મુસ્તાક પોલ અને અલમાસ પોલ નામના આ આરોપીઓને ગોધરા વાવડી ટોલ નાકા પાસેથી પકડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખારાઘોડા-અમદાવાદ બસનો ભોજવા પાસે અકસ્માત:કાર સાથે ટક્કર, કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ, મોટી જાનહાનિ ટળી
    Next Article
    પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના છ સેમ્પલ ફેલ:આઈસક્રીમ અને જીલાટોમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નોંધાયું, બ્રાન્ડેડ ઘીમાં ટ્રાન્સફેટ વધુ અને ગાયના ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment