Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારાઘોડા-અમદાવાદ બસનો ભોજવા પાસે અકસ્માત:કાર સાથે ટક્કર, કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ, મોટી જાનહાનિ ટળી

    2 days ago

    પાટડી-વિરમગામ હાઈવે પર ભોજવા ગામ પાસે ખારાઘોડા-અમદાવાદ રૂટની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, બપોરે અંદાજે 1:00 વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો. ચર્ચાઓ મુજબ, બેફામ ગતિએ આવતી કારના કારણે આ ઘટના બની હતી. અકસ્માતમાં કારનો કચ્ચઘાણ વળી ગયો હતો, જ્યારે બસ રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    બંગાળ- 7 એક્ઝિટ પોલમાંથી 5માં ભાજપ સરકાર:આસામમાં ભાજપ, તમિલનાડુમાં ડીએમકેની વાપસી; કેરળમાં 10 વર્ષ પછી UDF સરકાર બનવાનું અનુમાન
    Next Article
    કાલોલમાંથી માસ્ટર ID દ્વારા સટ્ટો રમાડતો શખસ ઝડપાયો:LCB એ રૂ. 67,800 રોકડ સાથે આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment