Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દવા ચોરી કેસ: આરોપી બસપ્પા સજ્જનની આગોતરા જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી મહત્વનો હુકમ કર્યો

    2 days ago

    વાપી કોર્ટે દવાના 98 બોક્સની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી બસપ્પા સંગપ્પા સજ્જનની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. વાપીના એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આ મહત્વનો હુકમ કર્યો હતો. આ સમગ્ર મામલો ગત 29 જાન્યુઆરી, 2026નો છે. ઉમરગામની ત્તવર્થા હેલ્થ પ્રા. લિ. કંપનીમાંથી ₹39.82 લાખની કિંમતની દવાઓ ભરીને ટાટા કંપનીનો ટેમ્પો (નંબર-MH-46-AF-0529) બેંગલુરૂ જવા રવાના થયો હતો. આ ટેમ્પોના ચાલક અને માલિક બસપ્પા સંગપ્પા સજ્જન (રહે. કર્નાટકા) એ વાપીના કરવડ નજીક ભારત પેટ્રોલ પંપ પાસે રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેણે લાલચમાં આવી ટેમ્પોમાંથી ₹6 લાખની કિંમતના 98 મેડિસિન બોક્સની ચોરી કરી હતી. જ્યારે ટેમ્પો નિર્ધારિત સમયે બેંગલુરૂ ન પહોંચ્યો અને કંપનીના સીલ તૂટેલા જણાયા, ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 467 બોક્સમાંથી 98 બોક્સ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં ટેમ્પો ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે તેણે રૂપિયાની લાલચમાં આ દવાના બોક્સ વેચી દીધા હતા. આ મામલે જે.બી.એલ. એક્સપ્રેસ ડિલીવરી નેટવર્ક કંપનીના એક્ઝિક્યુટિવ રોહિત ત્યાગીએ વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે અવલોકન કર્યું કે આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ ગુનો જણાય છે, તેથી તેને જામીન આપી શકાય નહીં. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર રવિરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર ST ડેપો: ડ્રાઈવર-કંડક્ટરોને હીટવેવથી બચવા ORS અપાયું:ફરજ દરમિયાન તબિયત જાળવવા અપાયું માર્ગદર્શન
    Next Article
    ગોધરામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો:બે દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 10 ડોગ બાઇટ કેસ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment