Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવા સરકારે પત્રકાર તેજપાલની આજીવન કેદની માગ કરી:હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી, બળાત્કાર કેસમાં 10 વર્ષની સજા મળી હતી

    9 hours ago

    ગોવા સરકારે 2013ના યૌન ઉત્પીડન કેસમાં તહેલકા મેગેઝીનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલની સજા વધારવાની માગ કરી. આ અંગે રાજ્ય સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સરકારે પોતાની અરજીમાં કહ્યું કે કેસની ગંભીરતાને જોતા તેજપાલને આજીવન કેદની સજા થવી જોઈએ. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે 6 ઓગસ્ટે તેજપાલને રેપ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પહેલા મે 2021માં ગોવાની ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે તેજપાલને નિર્દોષ છોડી દીધા હતા. ત્યારબાદ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. મહિલા પત્રકાર સાથે યૌન ઉત્પીડનનો આરોપ આ કેસ નવેમ્બર 2013નો છે. તહેલકાની એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ગોવામાં આયોજિત થિંક ફેસ્ટ દરમિયાન 7 અને 8 નવેમ્બરની રાત્રે હોટલની લિફ્ટમાં તરુણ તેજપાલે તેમનું બે વાર યૌન શોષણ કર્યું હતું. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો શા માટે પલટાવ્યો હાઈકોર્ટે માન્યું કે ટ્રાયલ કોર્ટે પુરાવાઓને બદલે ઘટના પછી પીડિત મહિલાના વર્તન પર વધુ ધ્યાન આપ્યું. સાથે જ, તેજપાલના માફી માગતા ઈ-મેલ જેવા મહત્વના પુરાવાઓને પણ યોગ્ય મહત્વ આપ્યું ન હતું. કોર્ટે તેજપાલને IPCની કલમ 376(2)(f), 376(2)(k), 354A અને 354B હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ કલમો બળાત્કાર, યૌન શોષણ અને મહિલાને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી હુમલો કરવા સંબંધિત છે. ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે- પૂરતા પુરાવા નથી ટ્રાયલ કોર્ટે 21 મે 2021ના રોજ તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, ‘ગુનો સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.’ આ નિર્ણયને ગોવા સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સરકારનો તર્ક હતો કે નીચલી અદાલતે પુરાવાઓને યોગ્ય રીતે સમજ્યા ન હતા અને પીડિતાની જુબાનીનું ખોટું મૂલ્યાંકન કર્યું હતું. પીડિતાએ તહેલકામાં ફરિયાદ કરી, FIR નોંધાઈ... સમજો આખો મામલો મહિલા પત્રકારે સૌથી પહેલા તહેલકાના મેનેજિંગ એડિટર શોમા ચૌધરીને ઈ-મેલ મોકલીને ફરિયાદ કરી. આમાં તેમણે લેખિત માફી, સમગ્ર સ્ટાફ સામે ઘટના સ્વીકારવા અને આંતરિક યૌન ઉત્પીડન ફરિયાદ સમિતિ (ICC) ગઠિત કરવાની માગ કરી હતી. મામલો સાર્વજનિક થયા બાદ ગોવા પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને FIR નોંધી અને તપાસ શરૂ કરી. તપાસમાં CCTV ફૂટેજ, ઈ-મેલ અને સાક્ષીઓના નિવેદનો સહિત અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવ્યા. ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ. પત્રકારત્વ કરતા પબ્લિશર પણ બન્યા તેજપાલ દેશના પ્રખ્યાત પત્રકાર, લેખક અને નવલકથાકાર છે. તેમની પાસે પત્રકારત્વનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે પોતાની પબ્લિશિંગ કંપની ઇન્ડિયા ઇન્ક પણ શરૂ કરી હતી. આ જ કંપનીએ 1998માં અરુંધતી રોયની નવલકથા 'ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ' છાપી હતી, જેને બુકર પ્રાઈઝ મળ્યો હતો. આઉટલુક છોડ્યા પછી માર્ચ 2000માં તેમણે અન્ય પત્રકાર અનિરુદ્ધ બહલ સાથે મળીને ઓનલાઈન ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ ‘તહેલકા ડોટ કોમ’ શરૂ કરી હતી. વર્ષ 2004માં તે એક ટેબ્લોઇડ ન્યૂઝપેપરમાં રૂપાંતરિત થઈ, જ્યારે 2007માં તેને મેગેઝિનનું સ્વરૂપ આપવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    આઉટ કરતા જ જાડેજાએ એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું:શ્રીલંકન કેપ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ભારતીય ટીમના જીવમાં જીવ આવ્યો; 95 રનની ભાગીદારી તૂટી
    Next Article
    ભાવનગરમાં નકલી દારૂ પીવાથી વધુ બેના મોત, મૃત્યુઆંક 3:8 ગંભીર, તપાસ SMCને સોંપાઈ, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment