Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં નકલી દારૂ પીવાથી વધુ બેના મોત, મૃત્યુઆંક 3:8 ગંભીર, તપાસ SMCને સોંપાઈ, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન

    10 hours ago

    ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ 2 વ્યક્તિના મોત થયા છે. ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનું મોત થયું છે. અત્યારસુધીમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી 3 વ્યક્તિઓના મોત થયા છે. કલેકટરે જણાવ્યું કે સિવિલમાં 8 દર્દીઓ, અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં 9 દર્દીઓ મળી કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દાખલ થયેલા તમામ દર્દીઓની સ્થિતિ હાલ નોર્મલ છે. કલેકટરે લોકોને અપીલ પણ કરી કે રવિવાર અને સોમવારે ડુપ્લીકેટ દારૂ પીનારાએ ચેકઅપ કરાવવું જરૂરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અનેક ગામના લોકો બીમાર પડ્યા હતા શહેરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના લોકો ડુપ્લીકેટ દારૂ પીવાથી બીમાર પડ્યા હતા. મૃતકના નામ કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, (ઉ.વ. 40), રહેવાસી- તળાજા રોડ, ભાવનગર ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, (ઉ.વ. 25), રહેવાસી- ખરકડી, ઘોઘા તાલુકો નરેન્દ્રસિંહ યાદવ, રહેવાસી- ઈન્દોર, મધ્યપ્રદેશ 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગોવા સરકારે પત્રકાર તેજપાલની આજીવન કેદની માગ કરી:હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી, બળાત્કાર કેસમાં 10 વર્ષની સજા મળી હતી
    Next Article
    વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમય મોત:બે યુવકો મોડી રાત્રે હોટેલમાં રોકાયા હતા, બન્ને ગે હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment