Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વૃદ્ધા પર ST વોલ્વો ફરી વળી, CCTV:રોડ ક્રોસ કરવા જતાં બસે અડફેટે લીધા, બંને ટાયર ફરી વળ્યા

    2 days ago

    રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પર આવેલા પારેવડી ચોક પાસે ગુજરાત એસ.ટી. વિભાગની વોલ્વો બસના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને ક્રૂરતાપૂર્વક અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ ચાલક બસ ઉભી રાખવાને બદલે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઇવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ગત 17 એપ્રિલના રોજ બપોરે આશરે 1 વાગ્યે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી વોલ્વો બસે તેમને ટક્કર મારી હતી. બસનું આગળનું ટાયર ફરી વળવા છતાં ચાલકે બસ રોકી નહોતી, પરિણામે પાછળનું વ્હીલ પણ વૃદ્ધા પર ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને બસચાલક માનવતા નેવે મૂકીને બસ ભગાવી ગયો હતો. બહેનના ઘરે જતા સમયે કાળ ભેટ્યો મૃતક વૃદ્ધાની ઓળખ જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડા તરીકે થઈ છે. તેઓ પોતાના ઘરેથી મોચીબજારમાં રહેતા તેમના બહેન રોશનબેનના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પારેવડી ચોકમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ગંભીર હાલતમાં તરફડતા વૃદ્ધાને સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. પોલીસ કાર્યવાહી હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા જાણ કરાતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીના આધારે પોલીસે એસ.ટી. બસના ચાલક રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    GCS હોસ્પિટલમાં આધુનિક કેન્સર સેન્ટરની શરૂઆત:બે અત્યાધુનિક મશીનથી કેન્સરની તમામ સારવાર એક જ છત નીચે અને રાહત દરે મળી રહેશે
    Next Article
    લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યો:રસ્તો ભૂલી હોવાનું નાટક કરી દંપતીનો વિશ્વાસ જીત્યો, 40 હજારની લૂંટ કરનાર મહિલાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment