Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલ્ટીકલર ચણિયાચોળીમાં ગીતા રબારીનો રોયલ અંદાજ:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, સુરતમાં ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ભીડ ફોટો-સેલ્ફી લેવા સ્ટેજ સુધી પહોંચતાં સિક્યોરિટી દોડતી થઈ

    7 hours ago

    સુરતમાં આયોજિત ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ખેલૈયાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકપ્રિય ગાયિકા ગીતા રબારીના સુરીલા અવાજે ગરબા ગ્રાઉન્ડમાં ભારે રમઝટ બોલાવી હતી. ગીતા રબારીને સાંભળવા અને તેમના તાલ પર ગરબે ઘૂમવા માટે સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડતાં આખું ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું હતું. ટિકિટ બારીઓ પર પણ પાસ અને ટિકિટ મેળવવા માટે ખેલૈયાઓની લાંબી કતારો અને ભારે ધસારો જોવા મળ્યો હતો. મલ્ટીકલર ચણિયાચોળીમાં ગીતા રબારીનો રોયલ અંદાજ કાર્યક્રમ દરમિયાન ગીતા રબારીનો ટ્રેડિશનલ આઉટફિટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમણે ખાસ પારંપરિક શૈલીની મલ્ટીકલર બંધેજ પ્રિન્ટવાળી કળિદાર ચણિયાચોળી પહેરી હતી. ચોળી પર હાથથી કંડારેલું પરંપરાગત કચ્છી ભરતકામ, આભલા, કૌડી અને રંગબેરંગી લટકણ જોવા મળ્યા હતા. તેની સાથે તેમણે ગ્રીન કલરની બાંધણી ઓઢણી અને ગળામાં ટ્રેડિશનલ કચ્છી જ્વેલરી સાથે સિમ્પલ હેરસ્ટાઇલ રાખીને પૂર્ણ દેશી લુક ધારણ કર્યો હતો, જે સ્ટેજ પર તેમની ગાયકીની સાથે સાથે આકર્ષક લુકને પણ ચાર ચાંદ લગાવી રહ્યો હતો. ખેલૈયાઓ ઘેલા થયા, સ્ટેજ પરથી લીધી સેલ્ફી ગીતા રબારીએ સ્ટેજ પરથી 'રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી' જેવા લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવીને ખેલૈયાઓને મોડી રાત સુધી થનગનવા મજબૂર કરી દીધા હતા. ગાયિકાની એક ઝલક મેળવવા તેમજ ફોટો-વિડિયો ક્લિક કરવા માટે ઉત્સાહી ચાહકોની ભીડ સ્ટેજ સુધી ધસી આવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે સિક્યોરિટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને લોકોને સ્ટેજથી દૂર ખસેડવા પડ્યા હતા. જોકે, ચાહકોનો પ્રેમ જોઈ ગીતા રબારીએ પણ સ્ટેજ પરથી જ ખેલૈયાઓનો મોબાઈલ હાથમાં લઈને સેલ્ફી ખેંચી ચાહકોને ખુશ કરી દીધા હતા. માનવમહેરામણ બેકાબૂ, બેરિકેડ તૂટતાં ખેલૈયાઓ દબાયા ડોમની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં એકત્ર થયેલી બેકાબૂ ભીડને કારણે અંદર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ભીડનું દબાણ એટલું હતું કે પ્રવેશદ્વાર અને આંતરિક માર્ગો પર અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને પરિસ્થિતિ ગણતરીની મિનિટોમાં આયોજકોના હાથમાંથી બહાર નીકળી ગઈ હતી. ગરબા ડોમમાં ભીડનો ઘસારો એટલો વધ્યો કે પ્રચંડ ધક્કાને કારણે મજબૂત ગણાતા લોખંડના બેરિકેટ્સ કડડભૂસ થઈને તૂટી પડ્યા હતા. બેરિકેટ તૂટતાંની સાથે જ આગળ ઊભેલા અનેક લોકો સંતુલન ગુમાવી નીચે પટકાયા હતા. આ ધમાચકડીમાં એક યુવકનો પગ બેરિકેટ નીચે દબાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત ભીડના અંધાધૂંધ ધક્કામાં અનેક ખેલૈયાઓ નીચે પડીને દબાઈ જતાં ભારે ચીસાચીસ અને હોબાળો મચી ગયો હતો. આયોજકોનું મેનેજમેન્ટ સદંતર ફેલ, સુરક્ષા સામે ગંભીર સવાલો એક તરફ ગીતા રબારી પોતાના સૂરીલા અવાજે ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ મેદાનમાં અરાજકતાનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે ખેલૈયાઓ અને મુલાકાતીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ અપાયો હતો, જ્યારે તે પ્રમાણમાં સુરક્ષા કે ભીડ નિયંત્રણની કોઈ સક્ષમ વ્યવસ્થા નહોતી.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર પ્રદર્શનકારીઓનું એકઠા થવાનું શરૂ, ઘણા કસ્ટડીમાં:રસ્તાઓ પર ખીલા લગાવવામાં આવ્યા; દીપકે મુંબઈથી દિલ્હી જવા રવાના, કહ્યું- આ તાકાત નહીં, ડરની નિશાની
    Next Article
    પાટણના એમ.કે. જીમખાનામાં નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટ શરૂ:બે દિવસીય કાર્યક્રમમાં 15 થી વધુ ટીમો ભાગ લેશે, મહિલા ખેલાડીઓમાં પણ ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment