Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCS હોસ્પિટલમાં આધુનિક કેન્સર સેન્ટરની શરૂઆત:બે અત્યાધુનિક મશીનથી કેન્સરની તમામ સારવાર એક જ છત નીચે અને રાહત દરે મળી રહેશે

    2 days ago

    અમદાવાદ શહેરની GCS(Gujarat Cancer Society) હોસ્પિટલ ખાતે આજે કેન્સરના દર્દીઓ માટે હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન સેન્ટર અને ડાયગ્નોસિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી હવે કેન્સરની તમામ સારવાર એક જ છત નીચે અને રાહત દરે ઉપલબ્ધ થશે. GCS હોસ્પિટલ ખાતે કેન્સરની સારવારમાં નવી ટેકનોલોજીનો ઉમેરો થયો છે. નવા સેન્ટરમાં બે અત્યાધુનિક મશીનો હોસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડો. ચિન્મય પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ નવા સેન્ટરમાં બે અત્યાધુનિક મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. ટ્રુ બીમ મશીન (TrueBeam) જે વેરીયન કંપનીનું લેટેસ્ટ મોડલ છે અને દરેક પ્રકારના કેન્સરના રેડિયેશન માટે સક્ષમ છે. પેટ સ્કેન મશીન (PET Scan) કેન્સરના સચોટ નિદાન અને શરીરમાં તે ક્યાં સુધી ફેલાયેલું છે તે જાણવા માટે આ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આયુષ્માન કાર્ડ ધારકો માટે તદ્દન મફત સારવાર અત્યાર સુધી કેન્સરના દર્દીઓને ઓપરેશન, કીમોથેરાપી અને રેડિયેશન માટે અલગ-અલગ જગ્યાએ જવું પડતું હતું, પરંતુ હવે આ તમામ સુવિધાઓ GCS હોસ્પિટલમાં એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. આ તમામ સુવિધાઓ આયુષ્માન કાર્ડ ધારકો માટે તદ્દન મફત રહેશે. 40થી 50 ટકા રાહત જે દર્દીઓ પાસે કાર્ડ નથી, તેમને ખાનગી હોસ્પિટલોની સરખામણીએ અંદાજે 40થી 50 ટકા ઓછા ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવશે. આ નવી સુવિધાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે આર્થિક અને શારીરિક રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    Five coastal escapes to soothe your soul and escape the May heat
    Next Article
    રાજકોટમાં વૃદ્ધા પર ST વોલ્વો ફરી વળી, CCTV:રોડ ક્રોસ કરવા જતાં બસે અડફેટે લીધા, બંને ટાયર ફરી વળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment