Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરો ઉતારી ડેપો જતી STને ટ્રેલરે જોરદાર ટક્કર મારી, CCTV:બંને વાહનો ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ફંગોળાયા, બસ ચાલકને ઈજા, ટ્રેલર ચાલક ફરાર, સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર અકસ્માત

    1 day ago

    સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી સર્કલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાસમ ગામથી મુસાફરો ઉતારીને સિદ્ધપુર એસટી ડેપો તરફ જઈ રહેલી એસટીને મહેસાણા તરફથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બસ ચાલકને ઈજા પહોંચી છે. બીજી તરફ બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. સાસમ ગામથી મુસાફરોને ઉતારીને એસ ટી બસ ડેપોમાં પરત ફરી રહી હતી. આ દરમિયાન ફરી રહ્યા હતા. કાકોશી સર્કલ ચાર રસ્તા ક્રોસ કરતી વખતે મહેસાણા તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે બસ ચાલક નિતીનકુમાર જીવા સોલંકીને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત બસ ચાલકને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં બસ ચાલકના ઘૂંટણમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે. ઈજાગ્રસ્ત બસ ચાલકની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 'બંટી-બબલી' જેવો પરિવાર ઝડપાયો:મોટા બિલ્ડર બની જ્વેલર્સ સાથે 4.45 કરોડની સોના-હીરાની કરી ઠગાઈ
    Next Article
    સાબરકાંઠા LCBએ નાસતો ફરતો આરોપી ઝડપ્યો:સાપરાધ મનુષ્યવધ, આર્મ્સ એક્ટના કેસમાં લાંબડીયાથી પકડાયો; 'કિંગ કુકાવાસ-0016' ગેંગ સાથે સંડોવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment