Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 'બંટી-બબલી' જેવો પરિવાર ઝડપાયો:મોટા બિલ્ડર બની જ્વેલર્સ સાથે 4.45 કરોડની સોના-હીરાની કરી ઠગાઈ

    1 day ago

    અમદાવાદ શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ જાણીતા જ્વેલર્સ સાથે રૂપિયા 4.45 કરોડના હીરા અને સોનાના દાગીનાની ઠગાઈ આચરનાર કુખ્યાત મહાઠગ અનિલ વિભાણી સહિત તેના સમગ્ર પરિવારની ધરપકડ કરી છે. આરોપીઓ વેપારીઓ સમક્ષ પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીનોની મોટી લે-વેચનું કામકાજ કરે છે અને ટોચના ઉદ્યોગપતિઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે તેવી મોટી-મોટી વાતો કરીને વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા. આ મામલે જ્વેલર્સે ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર પરિવાર સાથે જઈને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરતો હતો પોલીસ તપાસ અને આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે અનિલ, તેની પત્ની વિમ્મી, દીકરી રાજવી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવી ભેગા મળીને આખું કાવતરું ઘડતા હતા. ખરીદી કરવા માટે આખો પરિવાર એકસાથે જ્વેલર્સના શોરૂમમાં પહોંચતો અને પોતાની અત્યંત વૈભવી જીવનશૈલી તેમજ મોંઘી રહેણીકરણીનો દેખાડો કરતો હતો. તેમની વાકછટા અને વ્યક્તિત્વથી સામેવાળા વેપારીઓ અંજાઈ જતા હતા. શરૂઆતમાં તેઓ થોડા પૈસા ચૂકવીને વેપારીઓ સાથે મજબૂત વિશ્વાસ કેળવતા હતા, જેના પછી એકસાથે મોટા પ્રમાણમાં સોના અને હીરાના દાગીના ખરીદી લેતા હતા. જમીનના સોદા અને કમિશનના બહાના બનાવી પૈસા અટકાવ્યા મોટી કિંમતના દાગીના મેળવ્યા બાદ જ્યારે વેપારીઓ પેમેન્ટની માંગણી કરતા, ત્યારે આરોપીઓ જમીન વેચાણના કરોડો રૂપિયા આવવાના બાકી છે કે મોટું કમિશન મળવાનું છે તેવા વિવિધ બહાનાઓ આગળ ધરીને પૈસા ચૂકવવાનું ટાળતા હતા. આરોપીઓએ આ રીતે છેતરપિંડીથી મેળવેલા નાણાંમાંથી જ પોતાની શાહી અને વૈભવી લાઈફસ્ટાઈલ ઊભી કરી રાખી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ નોંધાયેલા ગુનાઓની તપાસ દરમિયાન આરોપીઓના લોકરમાંથી આશરે 9 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. 11 પોલીસ મથકોમાં 15 કરોડની છેતરપિંડીના ગુના નોંધાયેલા છે આરોપી અનિલ વિભાણી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ સીઆઈડી ક્રાઈમ સહિત વિવિધ 11 પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ અને છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર પરિવાર એક સુનિયોજિત ગેંગની જેમ કામ કરીને શહેરમાં વેપારીઓને ટાર્ગેટ કરતો હોવાનું સ્પષ્ટ થતાં આર્થિક ગુના નિવારણ શાખાએ તમામ આરોપીઓને જેલભેગા કરી આ નેટવર્કના અન્ય તાર મેળવવા તપાસ વધુ તેજ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    ફેઝલે હિન્દુ ડૉક્ટર યુવતી સાથે પોત પ્રકાશ્યું:લઠ્ઠાએ બેવડા વાળી દીધા, 9નાં મોત-46 હૉસ્પિટલમાં, રાજકોટમાં નેતાઓની ટીંગાટોળી થઇ
    Next Article
    મુસાફરો ઉતારી ડેપો જતી STને ટ્રેલરે જોરદાર ટક્કર મારી, CCTV:બંને વાહનો ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ફંગોળાયા, બસ ચાલકને ઈજા, ટ્રેલર ચાલક ફરાર, સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment