Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ નાસતો ફરતો આરોપી ઝડપ્યો:સાપરાધ મનુષ્યવધ, આર્મ્સ એક્ટના કેસમાં લાંબડીયાથી પકડાયો; 'કિંગ કુકાવાસ-0016' ગેંગ સાથે સંડોવણી

    1 day ago

    સાબરકાંઠા LCBએ ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને લાંબડીયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી સાપરાધ મનુષ્યવધ, આર્મ્સ એક્ટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી 'કિંગ કુકાવાસ-0016' ગેંગ સાથે સંકળાયેલો છે. સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ-ફર્લો જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત LCB PI ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ PSI આર.જે.જાડેજા સહિતની ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ટીમના ભાવિનભાઈ અને નિલેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે લાંબડીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. લાંબડીયા સિવિલ હોસ્પિટલ સામે આવેલી દુકાનો નજીક એક શંકાસ્પદ યુવક ઊભો હોવાની માહિતી મળતા, ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા યુવકની ઓળખ ગોમાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ પનીયાભાઈ બુંબડીયા (ઉં.વ. 24), રહે. કુકાવાસ, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન તરીકે થઈ હતી. આ આરોપી ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાપરાધ મનુષ્યવધ, આર્મ્સ એક્ટ અને અન્ય ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો. તેની અન્ય ગુનાઓમાં પણ ધરપકડ બાકી હતી. પોલીસે આરોપી ગોમાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ બુંબડીયાની અટકાયત કરી છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મુસાફરો ઉતારી ડેપો જતી STને ટ્રેલરે જોરદાર ટક્કર મારી, CCTV:બંને વાહનો ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ફંગોળાયા, બસ ચાલકને ઈજા, ટ્રેલર ચાલક ફરાર, સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર અકસ્માત
    Next Article
    ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદારને 5 લાખનો દંડ:વિસનગરની કોલેજને જર્જરિત હોવાથી ટ્રાન્સફર કરવાના ઓઠા હેઠળ મૂળ જગ્યા વેચી મારવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment