Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત, CCTV:રત્નકલાકારની દીકરી એક્ટિવા પર જતી હતી ત્યારે બસે અડફેટે લીધી, માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દમ તોડ્યો

    2 days ago

    સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને અડફેટ લીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રત્નકલાકારની દીકરી કોલેજ જવા નીકળી ને અકસ્માત થયો મળતી માહિતી પ્રમાણે, મૂળ જામનગરના અને હાલ કામરેજના વેલંજા ખાતે રહેતા રત્નકલાકાર કેતનભાઈ સોલંકીની 20 વર્ષીય દીકરી સ્વાતિ કામરેજની વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં BBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ સવારે તે હંમેશની જેમ પોતાની એક્ટિવા (GJ-05-LX-6592) લઈને નીકળી હતી. દરમિયાન બપોરે 12 વાગ્યાના અરસામાં કેતનભાઈ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તેમની દીકરીનો અકસ્માત થયો છે. યુવતી રોડ પર પટકાઈ, માથાના ભાગે જીવલેણ ઈજા પરિવારના જણાવ્યા મુજબ, સ્વાતિએ સુરક્ષા માટે હેલ્મેટ પહેર્યું હતું. તે શ્યામધામ મંદિરથી જે.બી. ડાયમંડ સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે સાગવાડી પાસે એક સરકારી બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્વાતિની એક્ટિવાને સાઈડમાંથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્વાતિ રોડ પર પટકાઈ હતી અને તેને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી, પરિવાર શોકમય અકસ્માત બાદ સ્થાનિક રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સ્વાતિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હીરા મજૂરી કરીને દીકરીને ભણાવતા પિતાએ કાળજું કંપાવતી આ ઘટના અંગે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. CCTV ફૂટેજથી ફરાર બસ ચાલકને પકડવા ચક્રો ગતિમાન લસકાણા પોલીસે અજાણ્યા સરકારી એસટી બસ ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 106(1), 281 અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ મેળવી ફરાર બસ ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    11મીએ PM મોદી બનશે ગુજરાતના મહેમાન:સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે, વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે
    Next Article
    'વળતર આપો અથવા પાઈપલાઈન ઉખેડી લો':વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખેડૂતોની ધીરજ ખૂટી, 3 વર્ષે પણ વળતર મળતાં પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment