Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11મીએ PM મોદી બનશે ગુજરાતના મહેમાન:સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે, વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે

    4 days ago

    આગામી 11 મેના રોજ PM મોદી ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. ત્યારબાદ વડોદરામાં રૂપિયા 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરામાં રોડ શો યોજે તેવી શક્યતાઓ હોય તંત્ર દ્વારા તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. 11 મેએ સોમનાથ અને વડોદરાના કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાતની પ્રવાસ દરમિયાન પીએમ સૌ પ્રથમ 10 તારીખે રાત્રિના જામનગર એરપોર્ટ પર પધારશે અને રાત્રિ રોકાણ પણ જામનગરમાં કરશે. 11 મેના રોજ સવારે જામનગરથી સોમનાથ રવાના જશે. સોમનાથમાં આયોજીત સ્વાભિમાન પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ વડોદરા જશે. જ્યાં 150 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે. વડોદરામાં રોડ શો યોજે તેવી શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની ભવ્ય જીત અને તે ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની જીત બાદ કદાચ તેઓનો આ સૌપ્રથમ જાહેર કાર્યક્રમ છે જેથી આ કાર્યક્રમમાં 30 થી 40 હજાર જનમેદની આવવાની સંભાવનાઓ છે. ત્યારે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલવા માટે એરપોર્ટથી સરદારધામ સુધી રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. PMના પ્રવાસને લઈ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ આવતી 11 મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક (એસપી) પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. હોટલને ટક્કર મારે એવી સરદાર ધામ-3માં સુવિધા વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય 'સરદારધામ-3' હવે લોકાર્પણ માટે સજ્જ છે. આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મેના રોજ કરવામાં આવશે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    CM માને રાષ્ટ્રપતિને કહ્યું- બંધારણની મજાક ઉડાવાઈ:પંજાબમાં BJPના MLA 2, રાજ્યસભાના MP 6 થઈ ગયા; ચઢ્ઢાએ કહ્યું- અમારી પાસે 21 રાજ્યોની પોલીસ
    Next Article
    સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત, CCTV:રત્નકલાકારની દીકરી એક્ટિવા પર જતી હતી ત્યારે બસે અડફેટે લીધી, માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment