Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ST ડેપોએ રક્ષાબંધને 50 વધારાની બસ દોડાવી:અમદાવાદ, વડોદરા, સુરત સહિતના રૂટ પર મુસાફરોનો ધસારો

    15 hours ago

    નવસારી ST ડેપો મેનેજમેન્ટે રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી છે. GSRTC સંચાલિત આ ડેપો દ્વારા નિયમિત બસો ઉપરાંત 50 વધારાની બસ ટ્રીપ દોડાવવામાં આવી હતી. આ પગલું તહેવાર નિમિત્તે વધેલા ભારે ટ્રાફિક અને મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે લેવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાત, સુરત અને આસપાસના જિલ્લાઓમાં અવરજવર કરતા પ્રવાસીઓ માટે ST બસ પરિવહનનું મુખ્ય માધ્યમ છે. મુસાફરોની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને, નવસારી ડેપોએ અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, તાપી, ધરમપુર અને ડાંગ સહિતના વિસ્તારો માટે વધારાની બસોની સુવિધા પૂરી પાડી હતી. ST તંત્ર દ્વારા તહેવારના પર્વે મુસાફરોને અગવડ ન પડે તે માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ગઈકાલે 21 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી. આજે મુસાફરોના ધસારાને જોતા વધુ ટ્રીપો ઉમેરીને કુલ 50 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વની ઉજવણી માટે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મહિલાઓ મોટા પાયે મુસાફરી કરતી હોય છે. નિયમિત બસો હાઉસફુલ થઈ જતી હોવાથી, આ 50 વધારાની ટ્રીપથી મુસાફરોને સમયસર અને સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મોટી રાહત મળી હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતી ગુમ:ક્રેટાની ટેસ્ટ ડ્રાઈવમાં મર્સિડીઝને ટક્કર મારી, આપ કાર્યકરોએ મેયરના ઘરની બહાર કચરાંનો ખડકલો કર્યો, અમદાવાદમાંથી ઝડપાઈ બીપીની નકલી દવા
    Next Article
    નેપાળ પૂરમાં 12 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, ભાઈ-ભાભીનો સંપર્ક ન થતાં રાજકોટમાં રહેતો પિતરાઈ ચિંતામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment