Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:STની મોબાઈલ એપથી રાજકોટમાં આશરે 5 હજાર સહિત 88,626 ટિકિટ એક જ દિવસમાં ઓનલાઈન બુક થઇ

    13 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે શરૂ કરેલી ડિજિટલ સેવાઓ તરફ મુસાફરોનો વિશ્વાસ વધ્યો છે. 26 ઓગસ્ટે GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન 88,626 ટિકિટોનું ઐતિહાસિક એડવાન્સ બુકિંગ નોંધાયું છે. જેમાં રાજકોટમાંથી જ આશરે 5 હજાર જેટલી ટિકિટો હોવાનું જાણવા મળ્યું છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને કારણે મુસાફરોમાં ઓનલાઈન બુકિંગનું પ્રમાણ વધ્યું છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે. અગાઉ 4 નવેમ્બર, 2024ના દિવસે 85247 ટિકિટ બુકિંગ થયું હતું. જેનો રેકોર્ડ 26 ઓગસ્ટ તૂટી ગયો છે. GSRTC દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી ‘GSRTC ટિકિટ બુકિંગ’ એપ ઉપલબ્ધ કરાવાઈ છે. દર કલાકે સરેરાશ 3,692 અને એક મિનિટે 61 ટિકિટ બુક થઇ મુસાફરો એપ તરફ વળવાના 4 મુખ્ય કારણો 1. લાઈનમાંથી કાયમી મુક્તિ | ડેપોના કરંટ કાઉન્ટર પર કલાકો સુધી ઊભા રહેવાના કંટાળામાંથી મુક્તિ મળી. 2. સીટની પસંદગીની સ્વતંત્રતા | એપમાં બસનો સીટિંગ લેઆઉટ જોઈને મનપસંદ (વિન્ડો/સ્લીપર) સીટ બુક કરવાની સરળતા. 3. કેશલેસ અને UPI પેમેન્ટ | ગૂગલ પે, ફોનપે કે કાર્ડથી તાત્કાલિક પેમેન્ટ થતાં છૂટા પૈસાની ઝંઝટ નહીં. 4. લાઈવ ટ્રેકિંગ સપોર્ટ | ‘GSRTC Track Live’ એપથી બસ ક્યાં પહોંચી તે જાણી શકાતું હોવાથી બસ સ્ટેન્ડ પર બેસી રહેવું પડતું નથી. આ રૂટ પર વધુ ટ્રાફિક | રાજકોટ ડિવિઝનમાંથી મુખ્યત્વે સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભુજ અને દક્ષિણ ગુજરાત તરફ જતી ગુર્જરનગરી, સ્લીપર અને વોલ્વો બસમાં સૌથી વધુ ઓનલાઇન ટિકિટ બુક થઇ હોવાનું નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ સુરક્ષા સામે લાલબત્તી:રાજકોટના બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાઇરલ કરાયા
    Next Article
    રાજકોટમાં સરકારી બાબુ હિટલરશાહીના વહેમમાં:CGSTના અધિકારી માટે લોકોને લિફ્ટમાંથી બહાર ખદેડી દેવાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment