Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સરકારી બાબુ હિટલરશાહીના વહેમમાં:CGSTના અધિકારી માટે લોકોને લિફ્ટમાંથી બહાર ખદેડી દેવાય છે

    14 hours ago

    રાજકોટ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં નવો તઘલખી નિયમ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ કોઇ ઉચ્ચ અધિકારી બહારથી આવે ત્યારે જો લિફ્ટમાં કોઇ કામસર આવેલા અરજદાર કે વકીલ બેસી ગયા હોય તો તેમને ઉતારી મૂકવામાં આવે છે અને ઉચ્ચ અધિકારીને એકલાને જ લિફ્ટમાં જવાની સેવા અપાઈ છે. આ અંગે અરજદારોએ રજૂઆત કરી તો અજીતા નામના મહિલા કર્મચારીએ પણ ઉદ્ધત વર્તન કર્યાના આક્ષેપ થયા છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સેન્ટ્રલ સીજીએસટી ભવનમાં બેસતી સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરેટ રાજકોટમાં છેલ્લા થોડા સમયથી કોઇ ગુપ્ત વિભાગની કચેરી હોય તે રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ નીતિનિયમો નેવે મૂકી પોતાના નિયમો લાગુ કરી વહીવટ ચલાવવામાં આવી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ કચેરીમાં આવતા અરજદારોને ગ્રાઉન્ડ ફ્લોરથી જ સ્ટાફના તોરીલા અને બેહુદા વર્તનનો અનુભવ થતો હોવાની રાવ ઊઠી છે. ખાસ તો જ્યારે અરજદાર ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાને જે માળ પર જવાનું હોય તેની ચિઠ્ઠી કરાવીને ઉપર જવા માટે લિફ્ટમાં પ્રવેશ કરે ત્યારે જો કમિશનર, જોઇન્ટ કમિશનર કે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી આવી જાય તો તુરંત લિફ્ટમાં બેઠેલા વ્યક્તિને ખૂબ જ ખરાબ રીતે લિફ્ટમાંથી બહાર કાઢવાની ફરજ પાડવામાં આવે છે અને જે અધિકારી આવ્યા હોય તેને એકલાને જ લઇને લિફ્ટ ચલાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:STની મોબાઈલ એપથી રાજકોટમાં આશરે 5 હજાર સહિત 88,626 ટિકિટ એક જ દિવસમાં ઓનલાઈન બુક થઇ
    Next Article
    મનપાની છટકબારી, ન્યારી ડેમ 2માં ભળતી નદીને વોંકળો બનાવી દીધી:પુનિતનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી વોંકળામાં પ્રદૂષિત પાણી છોડવા મામલે GPCBની નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment