Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતદેહો સાચવા મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલનો યુ-ટર્ન:ફોર્મમાં નાખેલી વિવાદીત 3 લીટીની શરત પરત ખેંસી; જવાબદારી હોસ્પિટલ અને વડાનીઃ આરોગ્ય મંત્રી

    8 hours ago

    વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં મૃતદેહો સાચવવાના કોલ્ડ રૂમ ફોર્મમાં ઉમેરાયેલી વિવાદિત શરત અંગે ભારે હોબાળો મચ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રીની સીધી સૂચના બાદ હોસ્પિટલ સત્તાધીશોએ આ વિવાદાસ્પદ ફોર્મ તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું છે. આ સાથે જ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, મૃત્યુ પામનાર વ્યક્તિના દેહનું સંપૂર્ણ સન્માન થવું જોઈએ. દરેકે પોતાની જવાબદારી સ્વીકારવી જ પડશે. શું હતો સમગ્ર મામલો? વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં અવારનવાર ટેકનિકલ ખામીના કારણે લાશ ડી-કમ્પોઝ થવાની ઘટનાઓ સામે આવતી હતી. આ સ્થિતિ વચ્ચે હોસ્પિટલ મેનેજમેન્ટે લાશ રાખવા માટેના સત્તાવાર ફોર્મમાં એક નવી વિવાદાસ્પદ શરત ઉમેરી દીધી હતી કે, "ટેકનિકલ ખામીને કારણે જો મૃતદેહને કંઈ પણ નુકસાન થાય, તો તેની જવાબદારી એસએસજી હોસ્પિટલની રહેશે નહીં." આ અમાનવીય શરત સામે પ્રજા અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગાંધીનગરથી મંત્રીનો આદેશ અને હોસ્પિટલની સ્પષ્ટતા આ મામલો વણસતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગરથી આકરા શબ્દોમાં જણાવ્યું કે, "મૃત્યુ પામનાર વ્યક્તિના દેહનું સંપૂર્ણ સન્માન થવું જ જોઈએ. આ મામલે દરેકે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. મેં તાત્કાલિક આ પરિપત્ર દૂર કરવા સૂચના આપી દીધી છે અને આવી બાબતોમાં હોસ્પિટલના વડાની જ જવાબદારી ફિક્સ રહેશે. બીજી તરફ, એસએસજીના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હોસ્પિટલનો ઈરાદો જવાબદારીમાંથી છટકવાનો નહોતો. અહીં પોલીસ દ્વારા લવાતી બિનવારસી લાશો, પીએમ વેઇટિંગ અને એનઆરઆઈ (NRI) ના સગાની લાશો લાંબો સમય રખાય છે. ક્યારેક પાવર કટ કે મશીન બગડવાના મર્યાદિત સંજોગોને ધ્યાનમાં રાખીને આ નોંધ મૂકાઈ હતી, જેને હવે કાયમી ધોરીણે પાછી ખેંચી લેવાઈ છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનારા 6 મેડિકલ સ્ટોરને ફટકારાયો દંડ ગુજરાતમાં અગાઉ બનેલા ચકચારી સિરપ કાંડ બાદ આરોગ્ય વિભાગે પ્રતિબંધિત અને નશાકારક શરબત કે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતા તત્વો સામે ડ્રાઇવ શરૂ કરી છે. આરોગ્ય મંત્રીએ આ અંગે કડક આદેશ આપતાં જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વો નશા માટે દવાઓનો દુરુપયોગ કરતા હોવાની ચિંતાને પગલે તપાસ તેજ કરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરીને રજિસ્ટર્ડ ડૉક્ટરના સહી-સિક્કા વગર ગ્રાહકોને સીધી દવાઓ આપવા બદલ અત્યાર સુધીમાં 6 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મંત્રીએ જનતાને પણ અપીલ કરી છે કે ઓનલાઇન અજાણી એપ્લિકેશનમાંથી દવાઓ ખરીદવાનું ટાળે અને માત્ર પ્રમાણિત ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લે. ગુજરાતમાં આજથી મેગા બાળ રસીકરણ, 36 લાખ માસૂમો સુરક્ષિત કરાશે ચોમાસાની શરૂઆત પૂર્વે જ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં એક વિશાળ બાળ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યભરના અંદાજે 36 લાખ જેટલા બાળકોને જીવલેણ અને વિવિધ ગંભીર રોગો સામે રક્ષણ આપતી અગત્યની રસીઓથી કવર કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, પોલિયો સહિતની અનેક ગંભીર બીમારીઓને નાબૂદ કરવામાં રસીકરણનો જ સિંહફાળો રહ્યો છે. આ અભિયાન અંતર્ગત દર અઠવાડિયે સોમવાર અને બુધવારના રોજ રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સબ-સેન્ટરો ખાતે બાળકોને વિનામૂલ્યે સમયસર રસીના ડોઝ આપવામાં આવશે, જેથી ભવિષ્યની પેઢી સુરક્ષિત બને.
    Click here to Read More
    Previous Article
    Who is Santy Sharma:Salman Khan के Show Bigg Boss 20 में नजर आएंगे CJP पर निशाना साधने वाले Rapper
    Next Article
    પાલનપુરમાં નવી CGST ઓફિસ શરૂ થઈ:આસિસ્ટન્ટ કમિશનરની હાજરીથી કરદાતાઓની મુશ્કેલીનો અંત આવશે, સમય અને નાણાનો વ્યય અટકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment