Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘાણી‎ માનસ રામકથાને ભક્તોનો ઉત્તમ પ્રતિસાદ:મેઘાણી માનસ કથા દરમિયાન STએ શહેરથી 5 કિમી દૂર 122 ટ્રિપ ચલાવી

    1 week ago

    બગસરામાં આયોજિત મેઘાણી માનસ રામકથાને ભક્તોમાં વિશાળ પ્રતિસાદ મળ્યો હતો. બગસરામાં આશરે 46 વર્ષ બાદ યોજાયેલી આ રામકથામાં સ્થાનિક લોકો ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. બગસરામાં 7 માર્ચથી 15 માર્ચ સુધી ચાલેલી આ રામકથામાં રોજબરોજ મોટી જનમેદની ઉમટતા કથા સ્થળ સુધી પહોંચવા માટે વાહનવ્યવહારની સમસ્યા સર્જાઈ હતી. કથા સ્થળ શહેરથી અંદાજે 5 કિલોમીટર દૂર હોવાથી ભક્તોને સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. પેસેન્જર એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઇ એસટી નિગમે કથા દરમિયાન કુલ 122 બસ ટ્રિપ્સ ચલાવી, જેના માધ્યમથી લગભગ 2750 જેટલા મુસાફરોને કથા સ્થળ સુધી હેરફેર કરાવવામાં આવી હતી, આ સેવાથી યાત્રાળુઓને નોંધપાત્ર રાહત મળી હતી. આ કામગીરી બદલ પેસેન્જર એસોસિએશન દ્વારા ડેપો મેનેજર અને એસટી નિગમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી બહેનોમાં આક્રોશ:ટુંકા વેતન અને ઓનલાઇન કામના ભારણ મુદ્દે આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળ
    Next Article
    જિલ્લાને મળશે વિકાસ કાર્યોની ભેટ:અમરેલી ખાતે આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે 681.78 કરોડના 14 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment