Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાને મળશે વિકાસ કાર્યોની ભેટ:અમરેલી ખાતે આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે 681.78 કરોડના 14 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત

    1 week ago

    અમરેલી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 22 માર્ચે કુલ રૂ. 681.78 કરોડના 14 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાશે. આ વિકાસકાર્યો અમરેલી સહિત રાજુલા અને જાફરાબાદ પંથકમાં માર્ગ વ્યવસ્થા, શહેરી સુવિધાઓ અને આધારભૂત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક રૂ. 638.26 કરોડના ત્રણ મહત્વના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂ. 24.45 કરોડના આઠ વિકાસકાર્યો, બાગાયત વિભાગ હસ્તક રૂ. 10 કરોડનું એક કામ, સાવરકુંડલા નગરપાલિકા હસ્તક 7.57 કરોડનું એક કામ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક રૂ. 1.50 કરોડનું એક કામનો સમાવેશ થાય છે. જાફરાબાદ ચારનાળા અને રાજુલા-બાઢડા-થોરડી માર્ગ સહિતના માર્ગ વિકાસના કાર્યો પણ હાથ ધરાશે, જેના કારણે સમગ્ર પંથકમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે. સાથે બાબરામાં પણ ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ હેઠળ બાબરા તાલુકાના વાંકિયા-નીલવડા ક્લસ્ટર રોડનું રૂ. 1.50 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. અમરેલી શહેરને મળશે નવો બાયપાસ શહેર માટે મહત્વપૂર્ણ ગણાતો રાધેશ્યામ ચોકડીથી માચીયાળા સુધીનો નવો બાયપાસ માર્ગ બનાવાશે, જેનું અંદાજિત મૂલ્ય 270 કરોડ છે. આ બાયપાસ માર્ગ પૂર્ણ થતાં શહેરમાં ટ્રાફિકનો ભાર ઘટશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. બાગાયત માટે સેન્ટર ઓફ એક્સલન્સ સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે રૂ. 10 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવાશે, જે બાગાયત ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કુંડલામાં મલ્ટી પર્પઝ હોલ અને પાર્ક કુંડલાના ભેંસાણ સરોવર ખાતે રૂ. 7.5 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ હોલ અને ચિલ્ડ્રન પાર્કનું નિર્માણ કરાશે , જેનાથી શહેરમાં સામાજિક તથા મનોરંજન માટેની સુવિધાઓમાં વધારો થશે. ગ્રામ્ય માર્ગોના વિકાસ માટે પણ કામ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સાવરકુંડલા ધારથી હઠીલાવાવ, મેવાસા એપ્રોચ રોડ, ખડસલી એપ્રોચ રોડ, વીરડી નાળ રોડ, કુંકાવાવ-નાજાપુર રોડ, લુવારાથી જૂના ગોરડકા રોડ તેમજ કુંકાવાવના રામપુરથી સરધારપુર રોડ સહિતના કુલ રૂ. 24.45 કરોડના માર્ગ વિકાસ કાર્યો હાથ ધરાશે. કુંડલામાં મલ્ટી પર્પઝ‎હોલ અને પાર્ક‎ કુંડલાના ભેંસાણ સરોવર ખાતે રૂ. 7.5‎કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ હોલ અને‎ચિલ્ડ્રન પાર્કનું નિર્માણ કરાશે , જેનાથી‎શહેરમાં સામાજિક તથા મનોરંજન‎માટેની સુવિધાઓમાં વધારો થશે.‎
    Click here to Read More
    Previous Article
    મેઘાણી‎ માનસ રામકથાને ભક્તોનો ઉત્તમ પ્રતિસાદ:મેઘાણી માનસ કથા દરમિયાન STએ શહેરથી 5 કિમી દૂર 122 ટ્રિપ ચલાવી
    Next Article
    સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો:શેરમાં ઊંચા નફાની લાલચ ‎આપી 1.22 કરોડ પડાવ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment