Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોમાં આક્રોશ:ટુંકા વેતન અને ઓનલાઇન કામના ભારણ મુદ્દે આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળ

    1 week ago

    લઘુતમ વેતન તથા વધતા ઓનલાઇન કામના ભારણ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કરો અને સહકર્મીઓ ત્રણ દિવસ માટે કામથી અળગા રહેવાના નિર્ણય પર ઉતર્યા છે. અમરેલી શહેરના બહુમાળી ભવન ખાતે તાલુકાના વિવિધ ગામોમાંથી આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી, સુત્રોચાર કરી વિરોધ દર્શાવી પોતાની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે સરકાર સમક્ષ ન્યાય આપવા માંગ કરી હતી. તેઓનું કહેવું છે કે અગાઉ હાઇકોર્ટ દ્વારા આંગણવાડી વર્કરોને લઘુતમ વેતન ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, છતાં સરકાર દ્વારા હજુ સુધી તે હુકમનો અમલ કરવામાં આવ્યો નથી. કોર્ટના આદેશની અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલમાં આંગણવાડી વર્કરને માસિક આશરે રૂ. 10 હજાર અને સહકર્મીઓને રૂ. 5હજાર જેટલું વેતન ચૂકવવામાં આવે છે, જે વધતા જીવન ખર્ચ સામે ખૂબ જ ઓછું હોવાનું બહેનોનું કહેવું છે. આંગણવાડી બહેનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા અંતે ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. બહેનો દ્વારા સરકાર પાસે લઘુતમ વેતન અમલમાં મુકવા, ઓનલાઇન કામના વધતા ભારણમાં રાહત આપવા અને અન્ય પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ ઉઠાવવામાં આવી છે. બગસરામાં ડમરુ વગાડી અનોખો વિરોધ બગસરા આંગણવાડી વર્કરોએ ડમરુ વગાડી સરકારને જગાવવાના પ્રયત્નો સાથે રાસ ગરબા કરી વિરોધ દર્શાવ્યો હતો.સરકારે આપેલા મોબાઇલમાં ઓનલાઈન કામગીરી થતી નથી. ડેટા એન્ટ્રીમાં આ મોબાઇલ ચાલતા નહીં હોવાથી કામમાં રુકાવટ થાય છે. જેથી નવા મોબાઇલ આપવા અને લઘુતમ વેતન આપવા સરકાર પાસે માંગ કરી હતી. કુંડલામા‌ પણ આંગણવાડી વકૅર, હેલ્પર હડતાલ ઉપર‎ ‎સાવરકુંડલામાં મામુલી‎‎વેતનમા‌ ફરજ બજાવતી‎‎મહિલાઓએ વેતન‎‎વધારવા અને હાઇકોર્ટે‎‎આપેલા ચુકાદાને‎‎અમલમાં મૂકવાની માંગ‎‎કરી છે. ત્રણ દિવસ‎કામથી દૂર રહી હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો હતો. આજે જાહેરમાં સુત્રોચ્ચાર‎કરી તમામ બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો.‎
    Click here to Read More
    Previous Article
    થોરડી ગામે ઉજવાયો પી.એમ. કિસાન સન્માન દિવસ:પાકોની જાગૃતિ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું બહુમાન
    Next Article
    મેઘાણી‎ માનસ રામકથાને ભક્તોનો ઉત્તમ પ્રતિસાદ:મેઘાણી માનસ કથા દરમિયાન STએ શહેરથી 5 કિમી દૂર 122 ટ્રિપ ચલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment