Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોરડી ગામે ઉજવાયો પી.એમ. કિસાન સન્માન દિવસ:પાકોની જાગૃતિ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું બહુમાન

    1 week ago

    સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક સેવક સંઘના પ્રાંગણમાં મિલેટ મહોત્સવ તથા પી.એમ. કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત મિત્રો વચ્ચે મિલેટ ધાન્ય પાકોની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવાનો હતો. થોરડી ખાતે મિલેટ પાકોના પોષણ મૂલ્ય, ઓછા પાણીમાં વધુ ઉત્પાદન તથા પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે ખેડૂતોને પરંપરાગત પાકોની સાથે મિલેટ પાકોને અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ કાછડીયાએ ખેડૂત કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તથા પાણી સંરક્ષણ અને સિંચાઈ વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ પાનસૂરિયાએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના, તાલુકા પશુચિકિત્સક નાકરાણી તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગની બહેનો દ્વારા વિવિધ મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી જોશી દ્વારા ખેડૂતોને પાક ઉત્પાદન, જંતુ નિયંત્રણ, જમીન આરોગ્ય અને નવી ટેકનોલોજી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગ્રામસેવકો દ્વારા પણ કાર્યક્રમના આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:સાવરકુંડલામાં કમોસમી વરસાદની માર વચ્ચે 70 પરિવારોને ગેબી વાજીંત્ર તરફથી ભોજન સેવા
    Next Article
    આંગણવાડી બહેનોમાં આક્રોશ:ટુંકા વેતન અને ઓનલાઇન કામના ભારણ મુદ્દે આંગણવાડી બહેનોની ત્રણ દિવસીય હડતાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment