Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં કેસૂડાની થીમ પર ગરબા મહોત્સવ:70 હજારથી વધુ ખેલૈયા રમી શકશે, આ વર્ષે ચાર નવા ગરબાથી રમઝટ બોલશે

    13 hours ago

    વડોદરાની નવરાત્રી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. નવરાત્રી મહોત્સવ નજીક આવતાની સાથે જ યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ગરબાની રમઝટ બોલાવવા માટે હાલથી જ યુવાધને તૈયારીઓ કરવા માંડી છે. શહેરમાં સુપ્રસિદ્ધ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ -વીએનએફ દ્વારા આ વર્ષે ગરબાપ્રેમીઓ માટે ખાસ આયોજન કર્યું છે અને ગરબાગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન કેસૂડાની થીમ ઉપર ડેકોરેશન કરવા માટેનું આયોજન કર્યું છે. આ થીમનું લોકાર્પણ શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. 264 ઝૂમખાં નવી ઊર્જા અને નવચેતના પૂરી પાડશે વડોદરાના સુપ્રસિદ્ધ નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF)માં આ વર્ષે ખેલૈયાઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. આ વર્ષે સમગ્ર ગરબા મહોત્સવ ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ - કેસુડાના ફૂલની થીમ હેઠળ યોજાશે, જેમાં કેસૂડાના ભવ્ય 264 ઝૂમખાં સમગ્ર ગ્રાઉન્ડમાં નવી ઊર્જા અને નવચેતના પૂરી પાડશે. નારંગી રંગના ત્રણ જુદા જુદા શેડ્સ ધરાવતી પાંદડીઓ દ્વારા સમગ્ર પરિસરને આકર્ષક રોશની અને ડિઝાઇનથી સજ્જ કરવામાં આવશે. 70 હજારથી વધુ ગરબાપ્રેમીઓ જોડાશે છેલ્લા 12 વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતા આ ઉત્સવમાં દર વર્ષે 60 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. આ વખતે ગ્રાઉન્ડનો ઘેરાવો અને ક્ષમતા વધારવામાં આવી હોવાથી 70 હજારથી વધુ ખેલૈયાઓ અને દર્શકો હાજર રહે તેવી શક્યતા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આયોજક મયંક પટેલ, દિલીપ શાહ, સત્યેન કુલાબકર, ગૌતમ દબીર તેમજ ડિઝાઇનર શૌર્ય પટેલ અને ડેક્સ્ટર ફર્નાન્ડિસની વિશેષ ઉપસ્થિતિમાં આ થીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં કલાત્મક સજાવટનું ખાસ મહત્વ હોય છે. આ વર્ષે તૈયાર કરાયેલા કેસૂડાના એક ઝૂમખાંની લંબાઈ 12 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ રાખવામાં આવી છે. લાઈક્રા કાપડમાંથી તૈયાર કરાયેલા એક ઝૂમખાંનું વજન આશરે 35 કિલોગ્રામ જેટલું છે, જેમાં 11 શાખાઓ અને 35 પાંદડીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે ચાર નવા ગરબાથી રમઝટ બોલાવાશે સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો, આરોહી ગ્રૂપના ગૌતમ દબીર અને તેમની સંગીત ટીમ દ્વારા આ વર્ષે ખેલૈયાઓ માટે 4 સંપૂર્ણપણે નવા ગરબા રજૂ કરવામાં આવશે. જેમાં ‘રાધા ખીલી છે રંગભીની રાત’, ‘રૂમઝૂમ કરતી આવી માડી’, ‘કાનજી કાળો ને ગોરી ગોવાલણ’ અને ‘મા તું 14 ભુવનમાં રહેતી’ જેવા મનમોહક ગરબાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇન્ટર્વલ પહેલાં મા દુર્ગાની વધારાની ખાસ સ્તુતિ પણ રજૂ કરવામાં આવશે, જેનાથી ખેલૈયાઓને આ વખતે કુલ બે સ્તુતિ સાંભળવાનો અને ભક્તિભાવમાં લીન થવાનો લાભ મળશે. અંગદાન અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે ગરબાના આ મંચ પરથી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વર્ષે ‘અંગદાન જાગૃતિ’ થીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ પર લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેલ્ફી ઝોન અને પ્રોપ્સ તૈયાર કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે, સુરતથી અંગદાન માટે વર્ષોથી કાર્યરત અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત નિલેશ માંડલેવાલા પણ ખાસ ઉપસ્થિત રહીને લોકોમાં જાગૃતિ લાવવાના આ ભગીરથ કાર્યમાં જોડાશે. આમ, આ વખતનો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ભક્તિ, સંસ્કૃતિ, કલા અને સામાજિક સંદેશનો અનોખો સમન્વય બની રહેશે. વરસાદ પડશે તો પણ ગરબામાં વિઘ્ન નહીં આવે ગરબા માટેનું ગ્રાઉન્ડ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો વરસાદ પડશે તો પણ ગણતરીના સમયમાં જ ગ્રાઉન્ડમાંથી પાણી નીકળી જશે અને ગરબા કરી શકાશે. વરસાદનું વિઘ્ન ખેલૈયોયાઓની મઝા નહીં બગાડે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની સાથે સાથે અમદાવાદ નવરાત્રી ફેસ્ટિવલ પણ આ વર્ષથી યોજાવા જઈ રહ્યો છે. જે પણ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની જેમ જ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તળાજાના પાદરી ગામના યુવકને મારી નાખવાની ધમકી:છૂટાછેડાની દાઝ રાખી આરોપીએ રસ્તામાં આતરી 'આ પાઇપ તારો સગો નહીં થાય' કહી ધમકી અપી
    Next Article
    Gen-Zને ધર્મ તરફ વાળવાનો પ્રયાસ:સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયાકિશોરીની 'સનાતન યુવાકથા', આવતીકાલથી 3 દિવસનાં કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment