Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજાના પાદરી ગામના યુવકને મારી નાખવાની ધમકી:છૂટાછેડાની દાઝ રાખી આરોપીએ રસ્તામાં આતરી 'આ પાઇપ તારો સગો નહીં થાય' કહી ધમકી અપી

    12 hours ago

    ભાવનગરના તળાજા તાલુકાના પાદરી ગામના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા યુવકને જૂની અદાવતમાં રસ્તા વચ્ચે રોકી પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બન્યો છે. દસેક વર્ષ અગાઉ થયેલા છૂટાછેડાની દાઝ રાખીને શખ્સે આ કૃત્ય આચરતાં, યુવકે ધમકી આપનાર આરોપી વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 10 વર્ષ જૂના છૂટાછેડાની અદાવતમાં રસ્તો રોક્યો પાદરી ગામના મૂળ વતની અને હાલ ભાવનગરની શિવદર્શન સોસાયટીમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા રાઘવભાઈ ગીગાભાઈ ભમ્મરે (ઉં.વ. 31) કનુ આલાભાઈ ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. રાઘવભાઈના લગ્ન દસેક વર્ષ પહેલાં કનુની બહેન સાથે થયા હતા અને બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. ગત 4 સપ્ટેમ્બરના રોજ રાઘવભાઈ બાઈક પર ગોપનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ભૂંગરગામ નજીક કનુએ તેમને રસ્તા વચ્ચે અટકાવી બોલાચાલી કરી હતી. 'આ પાઇપ તારો સગો નહીં થાય' કહી ધમકી આપી અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા કનુએ પોતાની પાસે રહેલી પાઇપ બતાવી "આ તારો સગો નહીં થાય" તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ રાઘવભાઈએ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આરોપી સામે BNSની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ટ્રાફિક પોલીસ કેબિનમાં ભીષણ આગ:રેલવે સ્ટેશન પાસે ધુમાડાના ગોટેગોટાથી દોડધામ મચી, આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય
    Next Article
    વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં કેસૂડાની થીમ પર ગરબા મહોત્સવ:70 હજારથી વધુ ખેલૈયા રમી શકશે, આ વર્ષે ચાર નવા ગરબાથી રમઝટ બોલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment