Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ટ્રાફિક પોલીસ કેબિનમાં ભીષણ આગ:રેલવે સ્ટેશન પાસે ધુમાડાના ગોટેગોટાથી દોડધામ મચી, આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય

    12 hours ago

    સુરત શહેરમાં મોડીરાત્રે લાલ દરવાજા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે આવેલી ટ્રાફિક પોલીસની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આયુર્વેદિક કોલેજ સામે આવેલી આ કેબિનમાં લાગેલી આગ અકસ્માતે લાગી છે કે કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા લગાવવામાં આવી છે, તેને લઈને અનેક તર્કવિતર્કો અને રહસ્ય સર્જાયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. કંટ્રોલ રૂમમાં 11:25 વાગ્યે કોલ મળ્યો, ફાયર ટીમ તરત જ રવાના થઈ રાત્રે આશરે 11:25 વાગ્યે ઘાંચીશેરી ફાયર સ્ટેશનના વૉર રૂમમાં ઈમરજન્સી કોલ આવ્યો હતો. જેમાં રેલવે સ્ટેશન પાસે લાલ દરવાજા આયુર્વેદિક કોલેજની સામે આવેલી ટ્રાફિક પોલીસની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની માહિતી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોલ મળ્યાની માત્ર એક જ મિનિટમાં, એટલે કે 11:26 વાગ્યે ફાયર એન્જિન ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટરોએ 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો ઘાંચીશેરી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર મહેશભાઈ કે. પટેલ સહિતની ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી તરત જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર જવાનોની સમયસૂચકતાને કારણે રાત્રે 11:47 વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવાઈ હતી, જેથી આસપાસના વિસ્તારમાં આગ વધુ પ્રસરતી અટકી હતી. આગ અકસ્માત કે કોઈનું ષડયંત્ર? તપાસનો ધમધમાટ ટ્રાફિક પોલીસ કેબિનમાં મોડી રાત્રે અચાનક આગ કઈ રીતે લાગી તે અંગે હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગી કે પછી મોડી રાત્રે કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા જાણીજોઈને આગ ચાંપવામાં આવી છે, તે દિશામાં આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રાફિક કેબિનમાં રહેલા ગાદલા સહિતના કચરાને કારણે આગે વિકરાળ રૂપ લીધું હતું. જેમાં કેબીનનો નીચેનો ભાગ બળીને ખાખ થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રીએ અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું-80ના દાયકામાં સાબરમતી રેલવે સ્ટેશનથી રિક્ષા માટે બે કિમી ચાલીને જવું પડતું, એસટીથી લઈ મેટ્રો સુધી જઈ શકાશે
    Next Article
    તળાજાના પાદરી ગામના યુવકને મારી નાખવાની ધમકી:છૂટાછેડાની દાઝ રાખી આરોપીએ રસ્તામાં આતરી 'આ પાઇપ તારો સગો નહીં થાય' કહી ધમકી અપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment