Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રીએ અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું-80ના દાયકામાં સાબરમતી રેલવે સ્ટેશનથી રિક્ષા માટે બે કિમી ચાલીને જવું પડતું, એસટીથી લઈ મેટ્રો સુધી જઈ શકાશે

    18 hours ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે (27 સપ્ટેમ્બર) અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી 1,542 કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટ્સ સહિતના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. તેઓએ દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)થી ચાલતી ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. આ ટ્રેનની ખાસ વાત એ છે કે, તે એક વાર સંપૂર્ણ રીતે ભરેલા ટેન્કમાં 2200 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપી શકે છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે LNG બેઝ્ડ હશે. જોકે, તેનું એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે. એટલે કે ફ્યુઅલની માત્રા મુજબ એન્જિન LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકે છે. ગૃહમંત્રી અમિતશાહે સંબોધન કરતા કહ્યું કે, ભારત માતા કી....આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત સફળ અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ, મેયર હિતેશ બારોટ આ તમામને મારા નમસ્કાર. અહીંથી અમૂક કિલો મીટર દૂર બાપુએ આશ્રમ બનાવીને સાબરમતી આશ્રમને દેશની આઝાદીની આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. બાપુની ભૂમિને પ્રણામ કરીને મારી વાત શરૂ કરવા માગું છું. સાબરમતી મંડળમાં વિવિધ પરિયોજનાઓ શરૂ થઈ રહી છે. જેમાં કોઈ લોકોની સુવિધા તો કોઈ સુરક્ષા અને પર્યાવરણ સાથે સંકળાયેલી છે. હું પહેલા ઘણીવાર દિલ્હીથી આવતા સાબરમતી રેલવે સ્ટેશને ઉતર્યો છું. હું અશ્વિનિજી સહિતની રેલવેની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કોઈ માની શકે નહીં કે, 80ના દાયકામાં અહીંથી રિક્ષા માટે બે કિલો મીટર ચાલીને જવું પડતું હતું. અહીંથી તમે મેટ્રો, એસટી અને ફાસ્ટ ટ્રેક રેલ સુધી જઈ શકો છો. 2014 પહેલાં દેશ પર એક જ પરિવારનું રાજ હતું. મોદીજીના રાજમાં 97 ટકા બાયો ટોઇલેટ બન્યા અને 70 ઇલેક્ટ્રિફિકેશન પણ થયું. હવે હાઇડ્રોજન ટ્રેનની વડાપ્રધાને શરૂઆત કરાવવામાં આવી છે. 2,000 કિમીથી વધુનો ફિલ્ડ ટ્રાયલ સફળ રહી આ પ્રોજેક્ટ અંતર્ગત 1400 HP ક્ષમતા વાળા બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા છે. ટ્રેનનો 2,000 કિલોમીટરથી વધુનો સફળ ફિલ્ડ ટ્રાયલ પૂરો કરવામાં આવી ચૂક્યો છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે 8 મહિના સુધી ટ્રેનનો ટ્રાયલ થયો હતો. આવનારા સમયમાં 8થી 10 બીજી ટ્રેનોમાં એલએનજી ટેકનોલોજી અપનાવવાની યોજના છે. ટ્રેનના એન્જિનની અંદરની બે તસવીર આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગાંધીનગરનું રેલવે સ્ટેશન વિશ્વ સ્તરીય રીતે વિકસ્યું છે. એક મહત્વની પર્યાયલક્ષી પહેલ એવી LNG ટ્રેન શરૂ કરવામાં આવી છે. રેલ્વેને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતને 5 વંદે ભારત અને 1 અમૃત ટ્રેન મળી છે. પ્રદૂષણમાં પણ ભારે ઘટાડો આવશે: DRM અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું કે એલએનજી ડીઝલ કરતાં સસ્તું હોવાના કારણે ટ્રેન ચલાવવાનો કુલ ખર્ચ ઘટી જાય છે. એલએનજી ઇંધણથી પ્રદૂષણમાં પણ ભારે ઘટાડો આવશે. આનાથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણો જેવા નુકસાનકારક તત્વો ઓછી માત્રામાં ઉત્પન્ન થશે. આનાથી રેલવે ટ્રેકની આસપાસની હવા પણ શુદ્ધ રહેશે. આની સાથે જ, ઇંધણના ખર્ચમાં પણ ઘણો બચાવ થશે. વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું કે, એલએનજી ઇંધણ સિસ્ટમ સાથે એન્જિનના પાવરમાં કોઈ ઘટાડો આવતો નથી. એન્જિનનો પાવર ડીઝલ એન્જિન સમાન જ જળવાઈ રહે છે. એક એલએનજી ટેન્કથી ડીપીસી ટ્રેન લગભગ 2200 કિલોમીટર સુધી ચાલી શકે છે, તેથી વારંવાર ફ્યુઅલ ભરવાની જરૂર રહેતી નથી. સાબરમતીમાં 700 કરોડના લોકોમોટિવ શેડનું ઉદ્ઘાટન કર્યું સાબરમતીમાં આશરે રૂ. 700 કરોડના ખર્ચે બનેલા WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કરી લીલી ઝંડી બતાવી હતી. આ શેડમાં 12,000 HPની ક્ષમતા ધરાવતા 300 જેટલા ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનોના મેન્ટેનન્સની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ રેલવે એન્જિનની પ્રદર્શિત તસવીરો નિહાળી હતી અને સ્વયં ટ્રેનના એન્જિનમાં જઈને તેની તાંત્રિક ક્ષમતા અને કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાબરમતી-સરખેજ રેલ લાઇન ડબલ થશે આશરે 313.27 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી-સરખેજ રેલ લાઇનના 21 કિલોમીટર હિસ્સાને ડબલ કરવાનું કામ પણ કરવામાં આવશે. આને માર્ચ, 2028 સુધી પૂરું કરવાનો લક્ષ્ય છે. પ્રોજેક્ટમાં સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનો સાથે પુલો અને રોડ અંડરપાસથી જોડાયેલા કામો પણ સામેલ છે. રેલ લાઇનના દોહરીકરણથી ટ્રેનોની અવરજવર સુધરવાની, સરખેજ-ધોલેરા વિસ્તારની કનેક્ટિવિટી વધવાની અને ઔદ્યોગિક તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની આશા છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ રેલવે સુરક્ષા વધારવાનો, ટ્રેનોની પરિચાલન ક્ષમતામાં સુધારો કરવાનો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચે 9 નિયમોમાં ફેરફાર કર્યા:બેઠકોનો એજન્ડા જાહેર થશે, IT સિસ્ટમની તપાસ થશે; કોંગ્રેસે કહ્યું- જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે
    Next Article
    સુરતમાં ટ્રાફિક પોલીસ કેબિનમાં ભીષણ આગ:રેલવે સ્ટેશન પાસે ધુમાડાના ગોટેગોટાથી દોડધામ મચી, આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment